કલોલ પાસે દારૂની મહેફિલ માણતી અમદાવાદની 3 યુવતી સહિત 8 ઝડપાયાં

0
0

અમદાવાદની 3 યુવતી સહિત આઠ નબીરા કલોલ તાલુકાના અઢાણા ગામ પાસે એક ઘરમાં દારૂ મહેફિલ માણતા ઝડપાયાં હતાં. સાંતેજ પોલીસે વહેલી સવારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે દારૂની બે ખાલી બોટલ, સિગારેટના ખાલી ખોખાં, ઠંડા પીણાં, સોડા વેફર મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણ કાર સહિત 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અઢાણા ગામની સીમમાં અરવિંદ અપલેન્ડની સામે આવેલી કર્મભૂમિ-1ના મકાન નં.54માં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે બે યુવતી સહિત પાંચ યુવક પીધેલાં મળી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યાનુસાર, ઝડપાયેલા યુવાનોમાંથી સાર્થક શાહે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યારે અઢાણાના જે ઘરમાં મહેફિલ ચાલતી હતી તે ઈશાનરાજ ભાટિયાનું હોવાનું જાણવા મળ્યું હતું.

દારૂ પીતા આ આરોપી પકડાયા

  • ઈશાનરાજ ભાટિયા, રહે. 6, વાત્સલ્ય એપાર્ટમેન્ટ, નવરંગપુરા
  • સાર્થક શાહ, રહે. બી-5 પારસમણી સોસા., સાબરમતી
  • મિત આશરા, રહે, 1486 બદોપોળના નાકે, આસ્ટોડિયા
  • શિશિર હેમંત તિવારી, રહે. શિવાંતા એપાર્ટમેન્ટ, વેજલપુર
  • પ્રિન્સ દિનેશકુમાર પ્રજાપતિ, રહે. એના રેસિડેન્સી, ચાંદખેડા

(મહિલાઓની પ્રતિષ્ઠા ન ખરડાય તે માટે તેમનાં નામ કરેલ નથી )

આબુની હોટેલમાં જુગાર રમતા અમદાવાદના 5 જુગારી ઝડપાયા

માઉન્ટ આબુની હોટેલમાં જુગાર રમતા અમદાવાદ અને મહેસાણાના 5 જુગારી ઝડપાયા છે. પોલીસે 93,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાપુનગરના રહેવાસી રોહિત પટેલ, વિપુલ પટેલ, હર્ષદ પટેલ અને મહેસાણાના રમેશ પટેલ સહિત અન્ય એકની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here