Thursday, January 23, 2025
HomeઅમદાવાદGUJARAT: મકાન દુકાનમાં ઘૂસી તોડફોડ કરીને આઠ લોકો ઉપર હુમલો

GUJARAT: મકાન દુકાનમાં ઘૂસી તોડફોડ કરીને આઠ લોકો ઉપર હુમલો

- Advertisement -

ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાનમાં જમીન વિવાદમાં ફરીથી અલતાફ બાસી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.  રખિયાલમાં રહેતા કુખ્યાત અલતાફ ઉર્ફે બાસી અને તેના બે ભત્રીજા સહિત સાત લોકોએ વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. જેમાં કબ્રસ્તાનમાં મકાન ખાલી કરાવવા માટે ઘરમાં ઘીસીને તોડફોડ કરીને સાત લોકો ઉપર હુમલો કર્યો બાદ  દુકાનદાર વૃદ્ધને બેઝબોલના દંડા, પાઇપ, છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કરીને તોડફોડ પણ કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે બે વ્યક્તિની ફરિયાદ આધારે સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનની અંદર રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રખિયાલ ખાતે રહેતા અલતાફ  ઉર્ફે બાસી તથા તેના ભત્રીજા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે અલ્તાફ ઉર્ફે બાસી તથા તેના બે ભત્રીજા ફરાન સહીત સાત શખ્સોએ હાથમાં બેઝબોલના દંડા તથા લોખંડની પાઈપ લઈને આવ્યા હતા ઘરનો દરવાજો તોડીને અંદર આવી ગયા બાદ માર મારવા લાગ્યા હતા. ઉપરાંત ઘરમા રહેલો સામાનની તોડફોડ કરવા લાગ્યા હતા અને પાડોશીના ઘરમાં ઘૂસીને પણ તોડફોડ શરૃ કરી દીધી અને તે લોકોને પણ મારવા લાગ્યા હતા બાદમાં અલ્તાફ બાસી અને તેની સાથે આવેલા શખ્સોએ અહિયાંથી મકાન ખાલી કરીને જતા રહો નહિતર જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી  મારા મારીમાં ફરિયાદી અને તેની માતા સહિત કુલ આઠ લોકો ઉપર હુમલો કર્યો હતો.બીજી ફરિયાદમાં વટવા ખાતે રહેતા વૃદ્ધે રખિયાલ ખાતે રહેતા અલતાફ  ઉર્ફે બાસી  સહિત સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની દુકાન પાસે બેઠા હતા ત્યારે અલતાફે આવીને તું ચારતોડા કબ્રસ્તનના લોકોનો મસિહા બને છે  અને મારી વિરુધ્ધમાં ઉશ્કેરણી કરી છે કહીને વૃદ્ધને માર મારીને દુકાનમાં તોડફોડ કરીને સીસીટીવી ડીવીઆર કાઢી લીધું હતું. આ બનાવની  જાણ થતા ગોમીતીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોચી અને  માતા-પુત્ર અને વૃદ્ધ સહિત ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. આ  બનાવ અંગે ગોમતીપુર પોલીસે સાત શખ્સો સામે કુલ બે ગુના નોધીને વધુ તપાસ શરૃ કરી છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular