અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં ગોળીબારમાં આઠ લોકોની હત્યા

0
3

અમેરિકાના એટલાન્ટામાં મંગળવારે ત્રણ મસાજ પાર્લરમાં ગોળીબારમાં આઠ લોકોની હત્યા કરી દેવાઈ હતી. અહેવાલ અનુસાર હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી તેમના પર ગોળીબાર કરી દીધો હતો. મૃતકોમાં કોરિયન મૂળના ચાર લોકો સહિત મોટા ભાગની એશિયન મહિલાઓ સામેલ છે.

એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી.

એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી.

મંગળવારે અધિકારીઓએ જણાવ્યું કે એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ દક્ષિણ પશ્ચિમ જ્યોર્જિયામાં લોંગની ધરપકડ કરી લેવાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યાં ત્રણ મહિલાઓ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેમના શરીર પર ગોળી વાગ્યાનાં નિશાન હતાં.

અધિકારીઓ ઘટનાસ્થળે હતા ત્યારે જ નજીકના વધુ એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી અને ત્યાં એક મહિલા મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના પહેલાં એટલાન્ટા નજીક ચેરોકી કાઉન્ટીમાં યંગ્સ એશિયન મસાજ પાર્લરમાં પાંચ લોકોને ગોળી વાગ્યાની માહિતી મળી હતી.

શંકાસ્પદ હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગ. જેણે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી ગોળીબાર કરી દીધો.

શંકાસ્પદ હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગ. જેણે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી ગોળીબાર કરી દીધો.

પોલીસે જ્યોર્જિયાના રહેવાસી એક 21 વર્ષીય યુવકની આ ઘટનામાં ધરપકડ કરી છે. જો કે આ ગોળીબાર પાછળનો ઉદ્દેશ હજુ જાણી શકાયો નથી.

વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ગોળીબારની આ ઘટનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે.

શંકાસ્પદ હુમલાખોર એક જ હોવાનો સંકેત

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારની થોડી મિનિટો પહેલા સાંજે સાડા ચાર વાગ્યે એકવર્થ ગોળીબારના એક શંકાસ્પદને વીડિયોમાં જોવામાં આવ્યો હતો. આ મામલે વુડસ્ટોકના રહેવાસી રોબર્ટ આરોન લોંગની ધરપકડ કરાઈ છે. એક વીડિયો ફૂટેજમાં હુમલાના સમયે એટલાન્ટાના સ્પાવાળા વિસ્તારમાં પણ શંકાસ્પદનું વાહન જોવામાં આવ્યું છે જેનાથી એ સંકેત મળે છે કે શંકાસ્પદ વ્યક્તિ એક જ છે.

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું, ‘અમે હિંસાની આ ઘટનાથી સ્તબ્ધ છીએ. આ પ્રકારની ચીજો માટે અમેરિકા કે ક્યાંય પણ કોઈ સ્થાન નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here