સુરત : બંધ રૂમમાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઇ

0
0

સુરતના કાપોદ્રા ખાતે એક મકાનમાં જુગાર રમતી 8 મહિલાઓને પોલીસે પકડી પાડી હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભક્તિ નગર સોસાયટીના એક મકાનમાં ચીમન નામના શખ્સ પાતાના ઘરે મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરતાં 8 મહિલા રંગેહાથ ઝડપાઇ હતી. આ મામલે પોલીસે જુગાર ધામ ચલાવતા ચીમન ભાઈ સહિત આઠ મહિલાઓની 27 હજારના મુદામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ,પેટ્રોલિંગ દરમિયાન કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે, ભક્તિનગર સોસાયટીમાં ચિમનભાઇ સિધ્ધપ નામનો શખ્સ કેટલીક મહિલાઓને બોલાવી ગંજી પાના વડે પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. ત્યારબાદ પોલીસ એક્શમાં આવી બાતમી વાળા સ્થળ પર રેડ કરી હતી. જ્યાં ચીમનભાઇ કેશુભાઇ સિધ્ધપરાની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી એક બંધ રૂમની ચાવી મળી આવી હતી. જે ચાવી મારફતે બંધ રૂમનો દરવાજો ખોલતા જ પોલસી ચોંકી ગઇ હતી. બંધમાં એક સાથે આઠ મહિલાઓ તીનપત્તીનો જુગાર રમી રહી હતી. એટલું જ કોરોના જેવી મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી એક સાથે ટોળે વળી જુગાર રમી રહ્યા હતા.

ઝડપાયેલી તમામ મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રની વતની છે અને તેમના પરિવાર સાથે સુરતમાં રહે છે. આ મહિલાઓ જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીરસોમનાથ ઉના તેમજ અન્ય વિસ્તારોની વતની છે. પોલીસે આ સાથે એક પુરૂષની પણ ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ

  • ચીમનભાઇ કેશુભાઇ સિધ્ધપરા (ઉં.વ. 53, રહે. ભક્તિનગર સોસાયટી, કાપોદ્રા)
  • ભાવનાબેન ચીમનબાઇ સિધ્ધપરા (ઉં.વ. 45, રહે. ભક્તિનગર સોસાયટી, કાપોદ્રા)
  • દીપીકાબેન દેવરાજભાઇ ચૌહાણ (ઉં.વ. 35, રહે. ગાયત્રી સોસાયટી, કાપોદ્રા)
  • મનીષાબેન ભાવેશભાઇ કોટડીયા (ઉં.વ. 39, રહે. આર્દશનગર સોસાયટી, અમરોલી)
  • કિંજલબેન દેવચંદભાઇ ગજેરા (ઉં.વ. 50, રહે. ગાયત્રી સોસાયટી, બુટભવાની રોડ, કાપોદ્રા)
  • જીણબેન ઉર્ફે ભાવનાબેન રાણાભાઇ મકવાણા (ઉં.વ. 50, રહે. ડાહ્યાપાર્ક સોસાયટી, વર્ષા માર્કેટ, વરાછા)
  • મીનાબેન ભરતભાઇ માલી (ઉં.વ. 45, રહે. જુની શક્તિવિજય સોસાયટી, વરાછા રોડ)
  • કાંતાબેન પ્રકાશભાઇ પટેલ(ઉં.વ. 45, રહે. ઉર્મી સોસાયટી, વરાછા રોડ)
  • મંજુબેન મુકેશભાઇ પટેલ (ઉં.વ. 40, રહે. રંગ અવધુત સોસાયટી, વરાછા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here