સુરત : અલથાણમાં જીમમાં ફિટનેસ ટ્રેઇનર પર બમરોલીના આઠેક યુવકોનો હુમલો.

0
9

અલથાણમાં જીમમાં ફિટનેસ ટ્રેઇનરને વગર વાંકે 7 થી 8 યુવકો ધસી આવી માર માર્યો હતો. જેને પગલે ફિટનેસ ટ્રેઇનરે પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર કોલ કરતા પોલીસ દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પહેલા તમામ ત્યાંથી ભાગી ગયા હતા. CCTV કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. હાલમાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુકેતુ શ્રીકાંતને માર મારવામાં આવ્યો હતો તે દ્રશ્યો CCTVમાં કેદ થયાં હતાં.
સુકેતુ શ્રીકાંતને માર મારવામાં આવ્યો હતો તે દ્રશ્યો CCTVમાં કેદ થયાં હતાં.

 

વગર વાંકે માર મારવામાં આવ્યો

સિટી લાઇટ પર રહેતા સુકેતુ શ્રીકાંત અલથાણ જીમમાં ફિટનેસ ટ્રેઇનર છે. શનિવારે બપોરે તેઓ કસરત કરતા હતા તે વખતે જીમ ટ્રેઇનર સાગર જ્યસ્વાલે તેને બોલાવ્યો હતો. સુકેતુ જીમનો દરવાજો ખોલીને બહાર જાય તે વખતે અચાનક 7 થી 8 યુવકોએ તેને ખેંચીને મારામારી કરવા લાગ્યા હતા. જેના કારણે તેને ઈજા પણ થઈ હતી. સુકેતુનો કોઈ વાંક ન હતો છતાં બીજાનો દોષનો ટોપલો તેના શિરે નાખી હુમલો કર્યો હોય એવુ સુકેતુએ જણાવ્યું છે. જો કે ખરેખર આ બાબતે પોલીસ તપાસ કરે તો સાચી હકીકતો બહાર આવી શકે છે.

CCTVના આધારે તપાસ શરૂ

હુમલો કરનારામાં એકનું નામ રેફલ પટેલ અને બીજાનું પિન્ટુ પટેલ ઉપરાંત અન્ય છ તેના મિત્રો હોવાની વાત છે. તમામ બમરોલીમાં રહેતા હોવાની વાત પોલીસને જણાવી છે. સુકેતુ જીમમાંથી દરવાજો ખોલીને બહાર નીકળે તે સમયે હુમલોખોરોએ તેને પકડી બહાર ખેંચી માર મારવા લાગ્યા હતા. જીમમાં લાગેલા CCTV ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. ખટોદરા પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here