‘બિગ બોસ’માં પહેલીવાર એકતા કપૂર દેખાશે, પોતાના ટીવી શોની જેમ આ રિયાલિટી શોમાં પણ ‘લીપ’થી લાવશે હટકે ટ્વિસ્ટ

0
10

‘બિગ બોસ’ના ઇતિહાસમાં પહેલીવાર ટીવી ક્વીન એકતા કપૂર દેખાશે. ટૂંક સમયમાં એકતા કપૂર તેની વેબ સિરીઝ ‘બિચ્છુ કે ખેલ’ના પ્રમોશન માટે શોના સેટ પર હાજર થશે. માનવામાં આવી રહ્યું છે કે એકતાની એન્ટ્રીથી કન્ટેસ્ટન્ટ વચ્ચે એન્ટરટેનમેન્ટનો માહોલ જામશે.

શો સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું કે, ‘એકતા ઘરમાં બેઠેલા કન્ટેસ્ટન્ટ વચ્ચે હલચલ જોવા માટે ઘણી ઉત્સુક છે. સામાન્ય રીતે કન્ટેસ્ટન્ટ બિગ બોસનો અવાજ સાંભળીને અથવા અલગ- અલગ પ્રકારના મ્યુઝિક સાંભળીને સવારે ઉઠે છે પરંતુ આ ‘વીકેન્ડ કા વાર’માં થોડું ટ્વિસ્ટ હશે. મ્યુઝિકને બદલે કન્ટેસ્ટન્ટ એકતા કપૂરનો અવાજ સાંભળીને ઉઠશે. એકતાના અવાજથી જ વેક અપ સોન્ગ હશે.’

‘બિગ બોસ 14’માં વર્ષોનું લીપ દેખાડવામાં આવશે

આ સ્પેશિયલ એપિસોડમાં એકતા કન્ટેસ્ટન્ટને અમુક ટાસ્ક પણ આપતી દેખાશે. સૂત્રના જણાવ્યા મુજબ, ‘એકતાના ટીવી શોમાં વર્ષોથી લીપ ઘણું પોપ્યુલર છે. તેના શોમાં ઘણીવાર અમુક વર્ષોનું લીપ હોય છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવવામાં આવે છે. કંઈક આવું જ જોવા મળશે. સાથે જ હોસ્ટ સલમાન ખાન સાથે મળીને તે કન્ટેસ્ટન્ટની મસ્તી પણ કરતી દેખાશે. આ વીકેન્ડ કા વાર સ્પેશિયલ એપિસોડમાં એકતા કપૂર સિવાય એક્ટર દિવ્યેન્દુ શર્મા અને સુમિત વ્યાસ પણ દેખાશે.

 

ઝી5 પર રિલીઝ થઇ ‘બિચ્છુ કા ખેલ’

એકતા કપૂરની સિરીઝ ‘બિચ્છુ કા ખેલ’ ઝી5 પર રિલીઝ થઇ ગઈ છે. આ એક રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા સિરીઝ છે જેમાં દિવ્યેન્દુ શર્મા, પ્રેમનાથ ગુલાટી, અંશુલ ચૌહાણ, મુકુલ ચઢ્ઢા જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. આ સિરીઝના 9 એપિસોડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here