વૃદ્ધ સાથે મારપીટનો મામલો : ટ્વિટર ઈન્ડિયાના MD આજે પોલીસ સ્ટેશનમાં હાજર થશે

0
0

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધની સાથે મારપીટ કરવાના અને તેમની દાઢી કાપવાના મામલામાં ટ્વિટર ઈન્ડિયાના MD ગુરુવારે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં હાજર થશે. એક રિપોર્ટ મુજબ ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરીની સાથે તેમના વકીલ પણ પોલીસ સ્ટેશન આવશે. તેમાં તેમણે પોલીસ તરફથી પુછવામાં આવનાર 11 સવાલોના જવાબ આપવા પડશે.

તેમાં સૌથી મહત્ત્વનો સવાલ ભ્રામક વીડિયો પર વિવાદ છતાં તેને ન હટાવવાને લઈને છે. આ સિવાય તેમને પુછવામાં આવશે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાના એક ટ્વિટ પર મેનિપુલેટેડનું ટેગ લાગ્યું, તો આમાં શાં માટે નહિ? આ સિવાય પોલીસ એ વાત જાણવાનો પણ પ્રયત્ન કરશે કે આ ભ્રામક વીડિયો પર કેટલા લોકોએ રિપોર્ટ કર્યો અને આ રિપોર્ટ પછી ટ્વિટરે શું કાર્યવાહી કરી.

17 જૂને પણ પોલીસે મોકલી હતી નોટિસ
ગાઝિયાબાદ પોલીસે 17 જૂને ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરીને લીગલ નોટિસ પાઠવી હતી. પોલીસે તેમને 7 દિવસની અંદર જ લોની બોર્ડર પોલીસ સ્ટેશને આવીને નિવેદન નોંધાવવા કહ્યું હતું. આ અંગે માહેશ્વરીએ કહ્યું હતું કે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસમાં જોડાઈ શકે છે. જોકે પોલીસે તેમને 24 જૂને વ્યક્તિગત વિવેચનાઅધિકારી સમક્ષ હાજર થવા કહ્યું હતું.

શું છે સમગ્ર મામલો

  • ઉત્તર પ્રદેશની ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સનદ નામના એક વૃદ્ધની સાથે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા પછી FIR નોંધી હતી. આ તમામ પર ઘટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવાના કારણે એક્શન લેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે એક વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી નાંખવામાં આવી.
  • પોલીસના જણાવ્યા મુજબ, મામલાનુ સત્ય કઈક અલગ જ છે. પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક તાબીજ આપ્યા હતા, જેના પરિણામ ન મળવા પર નારાજ આરોપીએ આ વૃદ્ધને માર્યા હતા. જોકે ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયાનો ટેગ ન આપ્યો. પોલીસે એ પણ જણાવ્યું કે પીડિતે નોંધાયેલી FIRમાં જય શ્રી રામના નારા ન લગાવવા અને દાઢી કાપવા જેવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી.
  • જે લોકો પર કેસ નોંધાયો છે, તેમાં અય્યૂબ અને નકવી પત્રકાર છે, જ્યારે જુબૈર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યુઝના લેખક છે. આ સિવાય ડો.શમા મોહમ્મદ અને નિજામી કોંગ્રેસ નેતા પર પણ કેસ નોંધાયો છે. જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ઉસ્માનીને કોંગ્રેસે ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.

ટ્વિટર શાં માટે સકંજામાં?
FIRમાં લખવામાં આવ્યું કે ગાજિયાબાદ પોલીસ તરફથી સ્પષ્ટીકરણ બહાર પાડવામાં આવ્યું હોવા છતાં આરોપીઓએ પોતાના ટ્વિટ્સ ડિલીટ કર્યા ન હતા, તેના કારણે ધાર્મિક તણાવ વધ્યો. આ સિવાય ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરફથી પણ આ ટ્વિટને હટાવવા માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેમની વિરુદ્ધ IPCના ધારા 153, 153-A, 295-A, 505, 120-B અને 34 અંતર્ગત FIR નોંધવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here