સુરત : અડાજણમાં 5 માળની બિલ્ડીંગના ધાબા પરથી કૂદીને વૃદ્ધનો આપઘાત

0
0

સુરત. શહેરના અડાજણ વિસ્તારમાં 5 માળની બિલ્ડીંગના ધાબા પરથી કૂદીને વૃદ્ધે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રે આપઘાતને લઈને પ્રશ્નો ઉભા થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે આપઘાતના કારણો અંગે તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કારણ અકબંધ

અડાજણ વિસ્તારમાં આવેલી ગાર્ડન વેલી સોસાયટીમાં મહેશભાઈ જમનાદાસ શેઠ(ઉ.વ.70) પત્ની સાથે રહેતા હતા. વૃદ્ધ વર્ધમાન કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા. દરમિયાન 5 માળની બિલ્ડીંગના ધાબા પરથી રાત્રે લગભગ 12:30 વાગ્યે કૂદીને આપઘાત કરી લીધો હતો. સોસાયટીના પ્રમુખે પોલીસ અને 108ને જાણ કરતા દોડતા થયા હતા. રાત્રે આપઘાતને લઈને પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. જોકે, પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ છેલ્લા 8 મહિનાથી બીમાર હતા

સાગર વિષ્ણુ (સોસાયટીના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, રાત્રે ટીવી જોતા દરમિયાન જોરદાર અવાજ આવ્યો હતો. બારીમાંથી નીચે જોતા કોઈ ભાઈ કમ્પાઉન્ડમાં પડેલા હતા. દોડધામ બાદ લોકો ભેગા થઈ ગયા હતા. જોકે, સિક્યુરોટી ગાર્ડ મહેશભાઈ શેઠને એકબાજુથી જોઈને ઓળખી કાઢ્યા હતા. પોલીસને પણ જાણ કરતાની સાથે જ આવી ગઈ હતી. મૃતક મહેશભાઈના સાઢુભાઈ કહેતા હતા કે, તેમને બે સંતાન છે એક ગુજરાત બહાર અને બીજો વિદેશમાં રહે છે. 8 મહિનાથી બીમાર પણ હતા અને 15 દિવસથી કમળાની બીમારી સામે લડી રહ્યા હતા. ચોક્કસ માનસિક તણાવમાં જ આવું પગલું ભર્યું હોય એમ કહી શકાય છે. હાલ પોલીસ તપાસ ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here