બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. તે અવારનવાર તેની ફિલ્મો અને તેના પાત્રોને લઈને ચાહકોમાં ચર્ચામાં રહે છે. જો કે, આયુષ્માન ખુરાના આ સમયે ચર્ચામાં છે તેનું કારણ તેની કોઈ ફિલ્મ નથી પરંતુ લોકસભા ચૂંટણી 2024. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણી માટે આયુષ્યમાન ખુરાનાને મોટી જવાબદારી સોંપી છે. જેની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે ત્યારે ચાલો શું છે તે જવાબદારી અહીં સમજીએ
હા, તાજેતરમાં આયુષ્માન ખુરાનાને ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના યુવા આઇકોન બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ બાબતને લઈને તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આયુષ્માન ખુરાના યુથ આઈકોનને વોટ ન આપવાના 101 બહાના અને વોટિંગ માટે 1 કારણ જણાવતા જોવા મળે છે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે લોકો વિચારે છે કે જો તેઓ એક પણ વોટ નહીં આપે તો શું થશે. તેઓ કહે છે, ‘મત ન આપવાના 101 બહાના છે, પરંતુ મતદાન કરવા માટે માત્ર એક જ કારણ પૂરતું છે અને તે દેશ અને આપણા ભવિષ્ય માટે આપણી જવાબદારી છે’. હવે આયુષ્માન ખુરાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.