રાજ્યસભા ચૂંટણી LIVE – ચૂંટણીપંચે કોંગ્રેસનો વાંધો ફગાવ્યો, મતગણતરી શરૂ, ભાજપ 3 અને કૉંગ્રેસની 1 બેઠક નિશ્ચિત

0
10
ડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી
ડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી
  • ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી
  • BJP-કોંગ્રેસે મનાવ્યા છતાં BTPએ વોટિંગ ના કર્યું
  • ચાર બેઠક માટે ભાજપના ત્રણ-કોંગ્રેસના બે ઉમેદવાર, એકની હાર નિશ્ચિત
  • ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક બનશે
  • નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન, સાંજ સુધીમાં પરિણામ

સીએન 24,ગુજરાત

અમદાવાદ. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજના 5 વાગ્યે મતગણતરીમાં શરૂ થવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીને કારણે વિલંબ થયો હતો. મતગણતરી દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. જો કે કોંગ્રેસની આ અરજીને ચૂંટણીપંચે ફગાવતા કહ્યું છે કે, કોંગ્રેસે આ વાંધો મતદાનના સમયે ઉઠાવવાનો હતો, મતગણતરીના સમયે નહીં કહીને આ વાંધો ફગાવી દીધો છે. ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી.  આમ હવે  ભાજપ 3 અને કૉંગ્રેસની 1 બેઠક નિશ્ચિત થઈ ગઈ છે.

આ પહેલા મતદાન બાદ કોંગ્રેસે બંનેના મત રદ કરવા અરજી કરી હતી. ભુપેન્દ્રસિંહના ધારાસભ્ય પદ અંગેની મેટર સબજ્યુડિશિયલ  હોવાના કારણે મત અલગ રાખવા માંગ કરી છે. જ્યારે કેશરીસિંહ ફિટ હોવાછતાં અનફિટના ખોટા પુરાવા આપ્યા છે. જેને કારણે કારણે મત ગણતરીમાં વિલંબ થયો હતો.

પ્રોક્સી મત માટે 3 દિવસ પહેલા મંજૂરી લેવાની હોય છે પણ ગઈકાલે જ મંજૂરી લીધીઃ કોંગ્રેસ
આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે પ્રોક્સી મત માટે અગાઉથી એટલે કે 3 દિવસ પહેલા મંજૂરી લેવાની હોય છે, જે લેવામાં આવી નથી અને ગઈકાલે રાત્રે જ પરમિશન આપી છે, જેની લઈ વાંધો ઉઠાવ્યો છે. ભુપેન્દ્રસિંહનો મત રિઝર્વ રાખવો કારણ કે ઇલેક્શન કમિશન જો એમની વાંધા અરજી પર કંઈ નહીં કરે તો કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે.

ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી
આ ચૂંટણીમાં ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે.

દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર
કુલ 170 મત પડ્યા હોવાથી હવે દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર પડશે. આ પહેલા BTPના 2 ધારાસભ્યને ગણીને 172 મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને 34.40 મતની જરૂર હતી. 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે.

ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઓપરેશન BTP પાર પાડ્યું
ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે મોટું ઓપરેશન પાર પાડીને BTPના બંને ધારાસભ્યને મતદાનથી દૂર રાખવા માટે મનાવી લીધા છે. નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ટેકો પાછો ખેંચે તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે BTPના બન્ને ધારાસભ્યને છેલ્લી ઘડી સુધી મનાવ્યા હતા. પરંતુ તેઓ મતદાન કરવા આવ્યા નહોતા.

સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું, બપોર સુધીમાં 108 અને બપોર બા0 62 મત પડ્યા
વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું. બપોર સુધીમાં 172 ધારાસભ્યમાંથી 108 ધારાસભ્યએ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના 41, ભાજપના 66 અને NCPના 1 મતનો સમાવેશ થાય છે. જ્યારે બપોર બાદ 62 મત પડ્યા હતા. જેમાં કોંગ્રેસના 24, ભાજપના 37 અને 1 અપક્ષે મતદાન કર્યું હતું.

મતદાન માટે આવી પહોંચેલા મુખ્યમંત્રી

ભાજપે એકજૂટ થઇને મતદાન કર્યું છે, BJPના તમામ ઉમેદવારો જીતશેઃ CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે એકજૂટ થઇને મતદાન કર્યું છે. ભાજપના તમામ ઉમેદવાર જીતશે. ભાજપના ધારાસભ્યને તોડવાના કોંગ્રેસે અનેક પ્રયાસ કર્યા, પણ કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે. બીટીપીના મત ભાજપ તરફ ખેંચવા તેમણે જણાવ્યું છેકે, પૈસા એક્ટ ભાજપ સરકાર જ લાવી છે. આ કાયદાનો પૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવશે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

એમ્બ્યુલન્સમાં આવેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી

ભાજપના 3 ધારાસભ્ય બીમાર, સહાયક થકી મતદાન
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કરવાના છે. જેમાં કેસરીસિંહ  અને બલરામ થાવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

મતદાન પૂર્વે ધારાસભ્યો સેનિટાઈઝ થશે, ટેમ્પરેચર મપાવશે
ભાજપના સભ્યોને જૂથ પ્રમાણે MLA ક્વાર્ટરથી મતદાન મથકે પહોંચશે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હોટલ ઉમેદથી પહોંચ્યા છે. સમગ્ર પ્રક્રિયા પહેલા ધારાસભ્યએ સેનિટાઈઝ થવાનું ૨હેશે અને ત્યાં તેનું ટેમ્પરેચ૨ માપવામાં  આવશે. જ્યારે આગળની પ્રક્રિયા મુજબ જે ધારાસભ્યને મત આપવાનો ક્રમાંક આવશે તો તેને સૌપ્રથમ મતદાન કેન્દ્રમાં પહોંચીને તેનો માસ્ક ઉતારીને ફોટો ખેંચાવાનો ૨હે છે જેના કા૨ણે જે તે ધારાસભ્ય મતદાન ક૨વા આવ્યા છે તે નિશ્ચિત થઈ શકશે.

છોટુ વસાવાએ મતદાન પૂર્વે શિડ્યુલ 5ની ગુગલી ફેંકી
BTPના છોટુ વસાવાએ મતદાન પહેલા શરત મૂકી છે કે, બંધારણનો શિડ્યુઅલ પાંચ લાગુ કરીને અમલ કરવા લેખિતમાં ખાતરી આપે પછી મતદાનનની વાત. ST SC અને OBC વિરોધી સરકાર છે, કોંગ્રેસની સરકાર પણ RSS ચલાવતી હતી. આજે ભાજપની સરકાર છે તો પણ RSS જ ચલાવે છે. પત્રકારે પુછ્યુ નાક દબાવો છો ? તો છોટુભાઈ કહે “એ લોકોનું મોટું નાક છે, અહી દબાવે તો બીજેથી શ્વાસ લે”

પાંચ ઉમેદવાર વચ્ચે ચાર બેઠક પર જંગ
ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.

કાંઘલ જાડેજા વ્હીપનો અનાદર કરશે તે નક્કી
હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય તેમ છે.

કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે એવો ભાજપને વિશ્વાસ
ભાજપના સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. આમ કરવા પાછળનું ગણિત છે કે જો પહેલેથી તે ધારાસભ્યો રાજીનામાં આપી દે તો જીતવા જરૂરી મતનું ભારણ પણ ઘટે અને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, તેના બદલે ચાલું ધારાસભ્યો ક્રોસ વોટ કરે  તો તેમનો સીધો એક મત જ ભાજપના નરહરિ અમીનને મળી જાય.

ભાજપની જીતની ફોર્મ્યુલા, પ્રથમ એવા બે ઉમેદવારોને 1-1 વધુ મતનો મેન્ડેટ અપાશે
ભાજપના સૂત્રો કહે છે કે બે ઉમેદવારો અભય ભારદ્વાર અને રમીલા બારાને જીતવા જરૂરી એવાં 35 જ મતને બદલે 1-1 મત વધુ મળે તે રીતે MLAને મેન્ડેટ અપાશે. જો એકાદ MLAનો મત રદ થાય તો અમીનને 32 મતો મળે. તેથી જ નરહરિ અમીન કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ઉત્સાહિત છે.

કોંગ્રેસની જીતની ફોર્મ્યુલા, સવારે જ બંધ પરબીડિયામાં ધારાસભ્યોને વ્હીપ અપાયા
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પક્ષ પોતાના ધારાસભ્યોને મત માટેનો વ્હીપ શુક્રવારે સવારે જ બંધ પરબિડીયામાં આપ્યા છે. આથી ધારાસભ્યોને સીધી રીતે ખ્યાલ ન આવે કે કયાં ઉમેદવારને કેટલાં મત મળશે. હાલના સંજોગોમાં પ્રથમ ઉમેદવાર શક્તિસિંહને જ પ્રાથમિકતાના મત મળે અને રાજ્યસભામાં લઇ જવાય તેવાં પ્રયત્નો થઇ રહ્યાં છે.

કોણ જીતશે? આ છે ગણિત: કોંગ્રેસ શક્તિસિંહ માટે મેન્ડેટ આપે એવી ચર્ચા, નરહરિ માટે કપરાં ચઢાણ 
ભાજપની પાસે 103 વોટ, 3 બેઠકો જીતવા માટે 105 વોટની જરૂર
સ્થિતિ: ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં એક બેઠક જીતવા માટે 35 વોટની જરૂરિયાત છે. ભાજપ પાસે 103 વોટ છે. એટલે કે બે વોટ વધુ જોઈએ છે.
રણનીતિ: ભાજપની બે બેઠકો નક્કી છે. પણ ત્રીજી સીટ માટે તેને વધુ બે ધારાસભ્યોની જરૂર છે. ભાજપની નજર બીટીપી અને એનસીપીના ધારાસભ્યો પર છે. જો તેઓ એમની પાસે આવી જશે તો ભાજપ 3 બેઠકો મેળવી લેશે.

કોંગ્રેસ પાસે 5 વોટ ઓછા, શક્તિની જીત નક્કી, ભરતસિંહ હારી શકે છે
સ્થિતિ: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. પણ 8 ધારાસભ્ય બળવો કરીને પાર્ટી છોડી ચૂક્યાં છે. આ સ્થિતિમાં 66 વોટ ઓછા છે. તેમને 5 વોટની જરૂર છે.
રણનીતિ: કોંગ્રેસને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો વોટ મળવાનો નક્કી છે. પણ બીટીપી અને એનસીપીએ પત્તા ખોલ્યા નથી. શક્તિસિંહ પ્રથમ કેન્ડીડેટ છે. તેથી ભરતસિંહ ચૂંટણી હારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here