ચૂંટણી કમિશ્નર અશોક લવાસાનું રાજીનામું, ADBમાં સંભાળશે વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી

0
8

ચૂંટણી કમિશનર અશોક લવાસાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)માં વાઇસ પ્રેસિડેન્ટ પદ સંભાળશે. અશોક લવાસા એડીબીમાં દિવાકર ગુપ્તાનું પદ સંભાળશે. દિવાકર ગુપ્તાનો કાર્યકાળ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. લવાસાની જાન્યુઆરી 2018માં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ચૂંટણીપંચના ઇતિહાસમાં અશોક લવાસા બીજા આવા કમિશનર હશે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કરી શકે તે પહેલાં રાજીનામું આપવું પડશે. અશોક લવાસા પહેલાં, મુખ્ય ચૂંટણી કમિશનર નાગેન્દ્રસિંહે 1973 માં જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય ન્યાયિક અદાલતમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું. જો બધુ બરાબર હોત તો અશોક લવાસા એપ્રિલ 2021 માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હોત અને 2022માં ઓક્ટોબર સુધીમાં યુપી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સુધી કાર્યરત રહેતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી કમિશ્નર તરીકે તેઓ જાન્યુઆરી 2018માં નિયુક્તિ પામ્યા હતા.

જો કે દિવાકર ગુપ્તા પણ ભારતીય મૂળના જ પદાધિકારી છે, જેમણે આ જવાબદારી 2015માં સંભાળી હતી. આ પહેલા તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે, અને SBI સિવાયની પણ ઘણી કંપનીઓના બોર્ડમાં વિવિધ સેવાઓ આપી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here