Friday, April 19, 2024
Homeચૂંટણી : કપડવંજ પાલિકામાં ભાજપે અપક્ષના ટેકાથી સત્તા મેળવી : પૂર્વ સૈનિક...
Array

ચૂંટણી : કપડવંજ પાલિકામાં ભાજપે અપક્ષના ટેકાથી સત્તા મેળવી : પૂર્વ સૈનિક પ્રમુખ

- Advertisement -

કપડવંજ: કપડવંજ પાલિકાના પ્રમુખપદની ચૂંટણી મંગળવારના રોજ યોજાઇ હતી. પાલિકાના કુલ 28 સદસ્યોમાંથી ભાજપના 9 સદસ્યો સસ્પેન્ડ થયાં હતાં અને એક સદસ્યનું અવસાન થતા બાકી રહેલા 18 સદસ્યોમાંથી 5 ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે માત્ર 13 સદસ્યો હાજર રહ્યાં હતાં. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે પંકજભાઈ પટેલની નિમણૂંક કરાઈ હતી.

કપડવંજ નગરપાલિકા પ્રમુખપદ માટે વિજેતા થયેલા પંકજભાઈ મંગળભાઈ પટેલ એક્સ આર્મીમેન પણ છે. તેઓના પ્રમુખપદની દરખાસ્ત મિન્ટુભાઈ પટેલ અને ટેકો સેજલબહેન બ્રહ્મભટ્ટે આપ્યો હતો. જોકે, ગેરહાજર રહેલા પાંચ સદસ્યોમાં પાલિકાના ઉપપ્રમુખ ઇમ્તીયાઝ શેખનો સમાવેશ થાય છે. મંગળવારની સભામાં ચીફ ઓફિસર બી.એન. મોડ, શીરસ્તેદાર બીપીનભાઈ પરમાર, પાલિકા કર્મચારી ઇકબાલ શેખ વિગેરે હાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, કપડવંજ પાલિકા પ્રમુખપદની અવધિ 14મી ડિસેમ્બર, 2020 સુધી રહેશે. આમ, કપડવંજ પાલિકામાં ભાજપે અપક્ષોના સહકારથી પુન: સત્તા હાંસલ કરી છે. જેમાં ખેડા જિલ્લાના મહામંત્રી દશરથભાઈ પટેલે ભાજપના સદસ્યો અને અપક્ષોને વ્હીપ આપ્યો હતો.

હાઈકોર્ટ જે નિર્ણય કરે તે બંધનકર્તા રાખવાની શરતે પ્રમુખપદની ચૂંટણી યોજાઇ 
કપડવંજ પાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ઉમેદવાર વોર્ડ નં.3ના પંકજભાઈ મંગળદાસ પટેલે ઉમેદવારી નોંધાવતા સભાના અધ્યક્ષે તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યાં હતાં. જોકે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સભાના અધ્યક્ષે ખાસ જાહેર કરી જણાવ્યું હતું કે, હાઈકોર્ટનો હુકમ જે આવે તે શરતે ચૂંટણી કરવામાં આવે છે. જે તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે. જે અંતર્ગત તત્કાલીન પ્રમુખ પ્રજ્ઞેશભાઈ સોનીએ દાખલ પીટીશન અનુસંધાનમાં હાઈકોર્ટ જે નિર્ણય કરે તે બંધનકર્તા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular