Friday, April 19, 2024
Homeદેશકોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : જ્યારે નામાંકન દાખલ કરુ, ત્યારે જોજો -...

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : જ્યારે નામાંકન દાખલ કરુ, ત્યારે જોજો – શશિ થરૂર

- Advertisement -

રાજસ્થાનમાં જારી રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમની પાસે સમગ્ર દેશના પાર્ટી કાર્યકર્તાઓનુ સમર્થન છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ઉમેદવારીને લઈને અસમંજસ વચ્ચે શશિ થરૂરે પલક્કડના પટ્ટામબીમાં ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી.

શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી અંગે કહ્યુ કે જ્યારે હુ નામાંકન પત્ર દાખલ કરુ ત્યારે તમે જોજો, મને કેટલુ સમર્થન મળ્યુ છે. જો મને મોટાભાગના રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓનુ સમર્થન મળશે તો હુ ચૂંટણી મેદાનમાં રહીશ. દેશના અલગ-અલગ ભાગમાં અનેક લોકોએ મને ચૂંટણી લડવાની વિનંતી કરી છે. શશિ થરૂરે કહ્યુ કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, પરંતુ 30 સપ્ટેમ્બરે નામાંકન પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ બાદ જ બધુ સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular