Wednesday, August 4, 2021
Homeગુજરાતપ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખને લઈને આજે ચૂંટણી

પ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખને લઈને આજે ચૂંટણી

પ્રમુખના નામની સાથે કારોબારી ચેરમેનના નામ ઉપર આજે મોહર લાગશે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીને લઈને પ્રાંતિજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને પ્રમુખને લઈને હાલતો સતાપક્ષ માજ બે જુથ જોવા મળી રહ્યા છે ત્યારે હાલતો પ્રમુખની વરણીને લઈને ના જાણે જાનકી નાથ આજે શું થશે.

નગર પાલિકાના પ્રમુખને લઈને આજે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી સોનલબેન પઢેરીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ખાતે ચૂંટણી યોજાશે ત્યારે સત્તાપક્ષનું પલ્લું ભારે છે ત્યારે હાલતો સત્તાપક્ષમાં જ પ્રમુખ ને લઈને બે પક્ષ જોવા મળી રહ્યા છે ત્યારે બન્ને પક્ષો દ્વારા પોત પોતાના પ્રમુખને સત્તા અપાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

ત્યારે આજે પ્રમુખ માટે પાર્ટી દ્વારા કોનના નામ ઉપર મોહર લાગશે એ તો હમરા થોડાજ કલાકોમાં જ ખબર પડશે ત્યારે પાર્ટીએ આપેલ નામ મજુર રહેશે કે પછી અંદરો અંદર બળવો એ તો આજે થોડાક કલાકો માજ સ્પષ્ટ થઇ જશે તો પ્રમુખ ના નામની સાથે આજે કારોબારીના ચેરમેન ના નામ ઉપર મોહર લાગશે.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments