Friday, August 6, 2021
Homeગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 18 રાજ્‍યસભાની બેઠકોની ચૂંટણી 19 જૂને યોજાશે..!
Array

ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 18 રાજ્‍યસભાની બેઠકોની ચૂંટણી 19 જૂને યોજાશે..!

ગુજરાતમાં પણ રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે

સવારે 9 થી બપોરે 4 સુધી મતદાનઃ સાંજે 5 વાગ્‍યાથી મતગણતરી

દેશભરની રાજ્‍યસભાની 18 બેઠકો માટે 19 જુને મતદાન યોજાશે રાજ્‍યસભાની 55 બેઠક એપ્રિલ મહિના સુધીમાં ખાલી થઇ રહી હતી. જેને ધ્‍યાને લઇ ફેબ્રુઆરી મહિનામાં ચુંટણીપંચે ચુંટણીની તારીખો જાહેર કરી હતી.

ગુજરાતમાં 4 બેઠકો પર જામશે જંગ

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે.

જણાવી દઈએ, અગાઉ 26 માર્ચે રાજ્‍યસભાની ચુંટણી યોજાનાર હતી પરંતુ લોકડાઉનને કારણે આ ચુંટણી ટાળી દેવામાં હતી. હવે 18 બેઠકો માટે 19મીએ જ્‍યાં ચુંટણી યોજાનાર છે તેમાં આંધ્રપ્રદેશની 4, ગુજરાતની 4, ઝારખંડની 2, મધ્‍યપ્રદેશની 3, મણીપુરની 1, મેઘાલયની 1 અને રાજસ્‍થાનની 3 બેઠકોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments