ડીસામાં માર્કેટિંગ યાર્ડ માટેની ચૂંટણી યોજાઈ

0
0

ડીસા માર્કેટિંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આજે માર્કેટયાર્ડના સભા હોલમાં યોજાઈ હતી. જેમાં 14 પૈકી 13 નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા ચેરમેન પદ માટે માવજી દેસાઈની બિનહરીફ વરણી થતાં માવજી દેસાઈના ટેકેદારોમાં ખુશી જોવા મળી છે.

ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે સહકાર રાજકારણમાં ગરમાવો હતો. છ માસ અગાઉ અચાનક ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી. જે બાદ આજે ફરી ભૂજ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડીસા એપીએમસીમાં ચૂંટાયેલા 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા.

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે. માવજી દેસાઈ બિનહરીફ નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં આનંદની માહોલ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here