ભાજપના બે મહિલા સદસ્ય વચ્ચે ચૂંટણી યોજાઈ, જેમાં બન્ને ઉમેદવારોને 6-6 મત મળતાં ટાઈ પડી

0
0

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં આજે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જોકે, ગઈકાલે વિકાસમાં ગેરરીતિના મુદ્દે વિકાસ કમિશ્નરે કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરતાં ભાજપની બહુમતિ થઈ ગઈ હતી. જે બાદ આજે ધાનેરા નાયબ કલેક્ટર યોગેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને પ્રમુખપદ માટેની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપની જ બે મહિલાઓ જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની ફોર્મ ભરતા બંનેને 6-6 સભ્યોનો ટેકો મળતા ટાઇ પડી હતી. બાદમાં બંનેના નામની ચિઠ્ઠી બનાવી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તેઓ ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા હતા.

ધાનેરા નગરપાલિકામાં કુલ 28માંથી 16 કોંગ્રેસ અને 12 ભાજપના સભ્યો હતા. જેમાંથી કોંગ્રેસના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં કોંગ્રેસના 16 સભ્યો રહ્યા હતા. જે સસ્પેન્ડ થતા આજની ચૂંટણીમાં ફક્ત ભાજપના જ 12 સભ્યો હાજર હતા અને પ્રમુખની ચૂંટણી માટે ભાજપની બે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા બંને ને 6-6 મત મળ્યા હતા. જેથી ચૂંટણી અધિકારીએ બનેના નામની ચિઠ્ઠી ઉછાળી હતી અને એક ચિઠ્ઠી ઉપાડતા તેમાં કિરણબેન સોનીનું નામ આવતા તેમને ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here