Revolt RV 400 અને Revolt RV 300 ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ થઈ, 2,999 રૂપિયામાં ખરીદી શકાશે

0
61

ઓટો ડેસ્કઃ રિવોલ્ટે ઈન્ડિયન માર્કેટમાં 29 ઓગસ્ટે 2 ઈલેક્ટ્રિક બાઇક્સ Revolt RV 400 અને Revolt RV 300 લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇક્સને યૂનિક પેમેન્ટ પ્લાન સાથે માર્કેટમાં ઉતારી છે. RV 300 માટે 2,999 રૂપિયા આપવા પડશે. જ્યારે RV 400ના બેઝ મોડલ માટે દર મહિને 3,499 અને ટોપ મોડલ માટે 3,999 રૂપિયા આપવાના રહેશે. આ પૈસા તમને 37 મહિના સુધી આપવા પડશે. કંપનીએ કહ્યું છે કે આ માટે કોઈ ડાઉન પેમેન્ટ નહીં આપવું પડે અને આ કોઈ રેન્ટલ અથવા લીઝ પ્લાન નથી. ગ્રાહક પહેલા દિવસથી જ આ બાઇકના સંપૂર્ણ રીતે માલિક હશે.

Revolt RV 400ના આ બંને મોડલ્સમાં તફાવત ખાલી એટલો જ છે કે ઓછી કિંમત ધરાવતાં વેરિઅન્ટમાં આર્ટિફિશયલ એક્ઝોસ્ટ સાઉન્ડ સિસ્ટમ અને એપનાં માધ્યમથી સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શનની સુવિધા નહીં મળે.

રિવોલ્ટ RV300
RV300 ઈલેક્ટ્રિક બાઇક નાનું મોડલ છે. તેમાં 1.5 kwની મોટર અને 2.7 kwની બેટરી આપવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 65 કિલોમીટર છે. ફુલ ચાર્જ થવા પર રિવોલ્ટ RV300 ઈલેક્ટ્રિક બાઇક 80થી 150 કિલોમીટર સુધી ચાલશે.

રિવોલ્ટ RV400
રિવોલ્ટ RV400 ઈલેક્ટ્રિક બાઇકમાં 3kWની મોટર અને 3.24kW લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. એકવાર ફુલ ચાર્જ થવા પર 156 કિલોમીટર સુધી ચાલશે. તેની ટોપ સ્પીટ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. તેને બાઇક સાથે મળતા ચાર્જિંગ કેબલ સાથે રેગ્યુલર 15 એમ્પિયર પ્લગ પોઇન્ટ પર ચાર્જ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે આ બાઇક તમે ઘરે પણ ચાર્જ કરી શકો છો.

સ્માર્ટ ઈલેક્ટ્રિક બાઇક
રિવોલ્ટની આ બંને ઈલેક્ટ્રિક બાઇક સ્માર્ટ મોટરસાઇકલ છે. બંને બાઇક્સમાં રિવોલ્ટ મોબાઇલ એપની સુવિધા આપવામાં આવી છે. આ એપથી તમે તમારી બાઇક ટ્રેક પણ કરી શકો છો. ટ્રિપ હિસ્ટ્રી ચેક કરી શકાય છે. સાથે જ મોટર સ્ટાર્ટ પણ કરી શકો છો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ બાઇક તમારી રાઇડિંગ પેટર્ન ટ્રેક કરે છે અને રીઅર ટાઇમ રેન્જ, રાઇડિંગ સ્ટાઇલ અને એટલે સુધી કે બાઇકમાં આવતી સમસ્યા પણ જણાવે છે.

ક્યારે અને ક્યાં મળશે?
રિવોલ્ટ RV400ની ડિલિવરી સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થઈ જશે. આવતા મહિને કંપની તેને પુણેમાં લોન્ચ કરશે. ત્યારબાદ આગામી 4 મહિનામાં આ ઈલેક્ટ્રિક બાઇકને બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુરસ અમદવાદ અને ચેન્નાઈમાં લોન્ચ કરવામાં આવશે.

વોરંટી
રિવોલ્ટની આ બંને ઈલેક્ટ્રિક બાઇક્સની બેટરી પર 8 વર્ષ અથવા 1.5 કિલોમીટરની વોરંટી છે. આ સિવાય, કંપની 3 વર્ષ અથવા 30 હજાર કિલોમીટર સુધીનો ફ્રી મેઇન્ટેનન્સનો ફાયદો આપી રહી છે. બાઇક્સ પર 5 વર્ષ અથવા 75 હજાર કિલોમીટર સુધીની વોરંટી અને ફ્રી ઈન્શ્યોરન્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here