Commando 3 : વિદ્યુત જામવાલની અદ્ધભૂત એક્શન અને એક્ટિંગ કામ કરી ગઇ

0
55

બોલિવૂડ (Bollywood)માં એક સર્વસામાન્ય એક્શન હીરોની જગ્યા વર્ષોથી ખાલી છે. ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને વિદ્યુત જામવાલ (Vidyut Jamwal) જેવા અભિનેતા આ સ્પેસને ભરવાનો પ્રયાસ કરે છે. વિદ્યુતની નવી ફિલ્મ કમાન્ડો 3 આ મામલે એક નવો પ્રયાસ છે. જે એક સ્તરે સફળ થતો પણ નજરે પડે છે. આ ફિલ્મમાં દેશભક્ત કમાન્ડો કરન સિંહ ડોગરા (વિદ્યુત) અને લંડનમાં રહેતા ખૂંખાર આંતકી બુર્રાક અંસારી (ગુલશન દેવૈયા) ની વચ્ચે છે.

આ લડાઇમાં કરનની સાથે બે મહિલાઓ પણ છે ભાવના રેડ્ડી (અદા શર્મા) અને સ્ટાઇલિશ મલ્લિકા (અંગિરા ઘર). આ બંને યુવતીઓ વિદ્યુત પર ફિદા છે. અને તે પણ એટલી હદ સુધી કે એક વાર તો તે એ વાત જગડાઇ પડે છે કે વિદ્યુતની સાથે કોણ કઇ તરફ સુઇ જશે.

કમાન્ડો 3

કમાન્ડો 3ની તેની મેન થીમની રીતે જ અદ્ધભૂત એક્શન સીનને રજૂ કરે છે. જોકે એક્શન સીન હોય કે એક્ટિંગ દરેક વાતે વિદ્યત પોતાની જાતને પૂરવાર કરે છે. જો કે ફિલ્મનો બીજો ભાગ થોડાક નબળો છે. ગુલશન દેવૈયાની ઓવરએક્ટિંગને લાઉડ રોલના નામે ઢાંકવાનો પ્રયાસ કરાયો છે. જો કે ફિલ્મનું સૂક્ષ્‍મ પરીક્ષણ રહેવા દઇએ અને ખાલી એક્શન માટે સિનેમામાં પૈસા ખર્ચ કરવા જતા હશો કે વિદ્યુતને જેવો માટે તમે ફિલ્મ જોવા જઇ રહ્યા છો તો તમે નિરાશ નહીં થાવ. અદા શર્મા પણ આ ફિલ્મમાં સારા કોમિક ટાઇમિંગ સાથે પોતાનો રોલ નીભાવ્યો છે.

commando 3

બસ તમારે આ ફિલ્મનો અતિ નાટકીય ક્લાઇમેક્સને થોડો નજર અંદાજ કરવો પડશે. આ ફિલ્મ પોતાના એક ખાસ દર્શક વર્ગ માટે જાણવામાં આવે છે. અમે કમાન્ડોને 5માંથી 3 સ્ટાર આપ્યા છે. જેમાં સ્ક્રિનપ્લેને 5માંથી 3.5 મળ્યા છે. અને ડાયરેક્શનને પણ 5 માંથી 3 મળ્યા છે. ફિલ્મનું સંગીત પણ સારું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here