ન્યૂ લૉન્ચ : દુનિયાની સૌથી મોટી બેટરી સાથે લૉન્ચ થઈ ઇલેક્ટ્રિક Rolls Royce, કિંમત ચોંકાવનારી

0
8

બ્રિટિશ કાર કંપની Lunazએ દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક Rolls Royce રજૂ કરી છે. Luzan ક્લાસિક કારને ઈલેક્ટ્રિક પાવર ટ્રેનની સાથે ઈન્ટિગ્રેટ કરવા માટે જાણીતી છે. Rolls Royce Phantom V કાર 120kWh બેટરીની સાથે આવે છે.

  • બ્રિટિશ કંપનીએ રજૂ કરી દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક કાર
  • આ ખાસ ફીચર્સ સાથે આવશે આ નવી કાર
  • ક્લાસિક કાર મેકર કંપનીઓ લાવી રહી છે ઈલેક્ટ્રિક કાર

આ ક્લાસિક કારની લિમિટેડ યુનિટ્સનું દુનિયાભરમાં વેચાણ કરાશે. છેલ્લા કેટલાક સમયમાં ઈલેક્ટ્રોનિક કારનું ચલણ વધ્યું છે. હવે રેગ્યુલર કાર સિવાય ક્લાસિક કાર મેકર કંપનીઓ પણ ઇલેક્ટ્રિક કાર લાવી રહી છે.

દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રિક બેટરી

આ કારમાં આપવામાં આવેલી 120kWh બેટરી દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રિક બેટરી છે. આ બેટરીની સાથે આ કાર 480KMની દૂરી સરળતાથી નક્કી કરી શકે છે. આ કારની દુનિયાભરમાં ફક્ત 30 યૂનિટ્સનું વેચાણ કરાશે.

આ છે ઈલેક્ટ્રિક રોલ્સ રૉયસની કિંમત

આ કારની કિંમત 500,000GBP એટલે કે લગભગ 4.90 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ એક લિમિટેડ એડિશન કાર છે. આ માટે તેને ફક્ત ફેક્ટ્રી રિલેશનશીપના આધારે ખરીદી શકાય છે. કંપનીએ કેટલાક સમય પહેલાં ભારતમાં પોતાની Rolls Royce Cullian Black કાર લોન્ચ કરી હતી. ભારતમાં આ કારની કિંમત 8.2 કરોડ રૂપિયા છે. આ કારની એક્સ શો રૂમ પ્રાઈસ પણ છે. કારના ફાઈનલ પ્રાઈઝ બાયર્સના કસ્ટમાઈઝેશન અને પર્સનલાઈઝેશન પર નક્કી થાય છે. બ્લેક બેજે વર્ષ 2016માં રૈથ અને ધોસ્ટની સાથે કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં કંપનીએ ડોન લોન્ચ કરી હતી. આ મોડલ્સની જેમ નવા મોડલમાં પણ બ્લેક પેંટ શેડનો ઉપયોગ થયો છે.

આ છે અન્ય ફીચર્સ

આ કારમાં 6.75 લિટર ટ્વિન ટર્બોચાર્જ્ડ વી12 મોટર છે. તેનું એન્જિન 592bhp પાવર અને 900Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં 8 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. 8.2 કરોડની આ કારની કિંમત કસ્ટમાઈઝેશન અને પર્સનલાઈઝેશન પર નક્કી કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here