વડોદરા : વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં પેપર લેવા બોલાવીને ફીની રીસીપ્ટ પકડાવી દેતા વાલીઓ વિફર્યા, કહ્યું: ‘સ્કૂલ નહીં ખુલે ત્યાં સુધી ફી નહીં ભરીએ’

0
11

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં પેપર માટે બોલાવી ફી ભરવાની રીસીપ્ટ પકડાવી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ફી માફ કરવા અથવા ફી ઘટાડવા બાબતે સ્કૂલના આચાર્યને રજૂઆત કરી હતી.​

વિદ્યાર્થીઓના LC લઇ જવાની ધમકી આપતા વાલીઓનો હોબાળો

વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલયના સંચાલકોએ ઓનલાઇન ભણતર અપાતું નથી. બાળકોને યુટ્યુબની લિંક મોકલીને તેના પરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા જણાવવામાં આવે છે, ત્યારે આજે વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં વાલીઓને પેપર આપવાનું જણાવીને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પેપર સાથે વાલીઓને જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનાની ભરવાની રીસીપ્ટ શાળા સંચાલકોએ પકડાવી દીધી હતી અને વાલીઓની રજૂઆત સામે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના LC લઇ જવા અને નહીં ભણાવવાનું જણાવ્યું હોવાના કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યા હતા, જેથી વાલીઓ વિફર્યા હતા.

ઓનલાઇન ક્લાસ ન ચાલતા હોવા છતાં ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આક્ષેપ
(ઓનલાઇન ક્લાસ ન ચાલતા હોવા છતાં ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આક્ષેપ)

 

જ્યારે સ્કૂલ ખુલે ત્યારે જ આ ફી ભરાશું, ત્યાં સુધી નહીં ભરીએ

વિદ્યાર્થીના વાલી દર્શનાબેન સુથારે જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોએ જૂનથી ઓગસ્ટથી ફીની રીસીપ્ટ આપી છે, હજી સુધી ભણાવ્યું નથી, ઓનલાઇન ક્લાસ લેતા નથી, પીડીએફ મોકલી દે છે. ફક્ત ટુ-ટ્યુબની લિંક મોકલી આપે છે, તો કયા હિસાબે ફી લે છે. જ્યારે સ્કૂલ ખુલે ત્યારે જ આ ફી ભરાશું, ત્યાં સુધી નહીં ભરીએ.

વાલી કહે છે કે, શિક્ષણ કાર્ય શરૂ થાય પછી તમે ફી માંગવાના અધિકારી છો

વિદ્યાર્થીના વાલી કેતન ભાઇ પટેલે જણાવ્યું હતું કે, છોકરાઓના પેપર લેવા બોલાવ્યા હતા અને ફીની રીસીપ્ટ પકડાવી દીધી છે, અત્યાર સુધી કંઇ ભણાવ્યું નથી. ફક્ત યુ ટ્યુબની લિંક મોકલી આપે છે. અમે કોઇ ફી ભરવાના નથી. શિક્ષણ કાર્ય શરૂ થાય પછી તમે ફી માંગવાના અધિકારી છો. અમે રજૂઆત કરી તો ધમકી તો LC પકડાવી દેવાની ધમકી આપે છે.

સ્કૂલમાં પહોંચેલા વાલીઓમાં રોષ
(કૂલમાં પહોંચેલા વાલીઓમાં રોષ)

 

નોકરી તથા ધંધા બંધ હોવાથી વાલીઓ ફી ભરી શકે તેમ નથી

વાલીઓએ જણાવ્યું હતું કે, વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં ભણતા અમારા સંતાનોનું શૈક્ષણિક કાર્ય બંધ છે, જે વિદ્યાર્થીઓને વીડિયોગ્રાફીથી જે પણ ભણાવવામાં આવે છે, તે બાળકોના સમજણ પડતી નથી, તો શૈક્ષણિક કાર્યના અભાવે બાળકોનું ભાવી જોખમમાં છે, તો વિદ્યાર્થીઓની સ્કૂલ ફી માફ કરવા વિનંતી છે. આ સમયમાં નોકરી તથા ધંધા બંધ હોવાથી વાલીઓ ફી ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here