Thursday, April 25, 2024
Homeઅમદાવાદ : વેજલપુર : મહિલાઓ સહિત 11 લોકોએ પોલીસ કર્મીઓ પર કર્યો...
Array

અમદાવાદ : વેજલપુર : મહિલાઓ સહિત 11 લોકોએ પોલીસ કર્મીઓ પર કર્યો હુમલો : 2 પોલીસકર્મીઓને ઇજા

- Advertisement -

શહેરમાં રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં લોકો રાતે ઘરની બહાર નીકળતાં હોય છે, ત્યારે પોલીસ તેમને સમજાવી ઘરે જવા કહે છે. છતાં કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. જુહાપુરા વિસ્તારમાં રાતે રીક્ષા અને બે એક્ટિવા પર મોટા હોર્ન વગાડી નીકળતા પોલીસે તેમને રોક્યા હતા. રિક્ષામાં બેઠેલા લોકોએ વહુને તેડીને ઘરે જઈએ છીએ તેમ કહ્યું હતું ત્યારે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું લહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પોલીસકર્મીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી પાંચથી છ લોકોની અટકાયત કરી છે.

કેટલાક લોકો એક રીક્ષા-બે એક્ટિવા લઈ જોરથી હોર્ન વગાડી નીકળ્યા હતા

વેજલપુર પોલીસ સ્ટેશનની વન ગાડીમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યશપાલસિંહ, અમિતસિંહ સહિતના સ્ટાફ ફરફ્યુનો અમલ માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે વેજલપુર સોનલ રોડ પર આવેલી શાંતિનિકેતન સ્કૂલ પાસે ગલીમાંથી જોરથી હોર્ન વગાડી એક રીક્ષા અને બે એક્ટિવા પર કેટલાક લોકો નીકળ્યા હતા. જેથી તેઓને પોલીસે રોક્યા હતા. ક્યાં જાવ છો પૂછતાં અમે લગ્ન પ્રસંગ હોય અમે વહુને તેડીને જઈએ છીએ કહ્યું હતું. પોલીસે કરફ્યુ અમલમાં છે માટે શાંતિથી હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતાં

પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય લોકો ફરાર

પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. દરમ્યાનમાં અન્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ત્યારે તમામ 10 લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. બે પોલીસકર્મીઓને લાકડી મારતા તેઓને ઇજા થઇ હતી. પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular