રામ મંદિરના નિર્માણ માટે શ્રીલંકાની અશોક વાટિકાના એલિયા પથ્થરોનો વાપરવામાં આવશે

0
7

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ ચાલુ થઈ ગયું છે અને રામલલ્લાના મંદિરમાં માતા સીતાને પણ ખાસ સ્થાન આપવામાં આવશે. આ ભાવના સાથે જ મંદિર નિર્માણમાં શ્રીલંકાની અશોક વાટિકાના એલિયા પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવશે. એલિયા એ જગ્યા છે જ્યાં રાવણે માતા સીતાને કેદ કરીને રાખ્યા હતા. આ પથ્થરો ભારતમાં નિયુક્ત શ્રીલંકાના રાજદૂત મિલિંદા મારાગોદાને સોંપી દેવામાં આવ્યા છે અને હવે તે પવિત્ર પથ્થરોને ભારત લાવવામાં આવશે.

શ્રીલંકા ખાતે આવેલી સીતા એલિયાની એક શિલાનો ઉપયોગ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સમુચિત સ્થાને કરવામાં આવશે. એવી માન્યતા છે કે દશાનન રાવણે દેવી સીતાને પોતાની રાજધાનીની એક સુરમ્ય વાટિકામાં 11 મહિના સુધી બંધક બનાવીને રાખ્યા હતા અને તે જગ્યા સીતા એલિયા છે. 3 પહાડો પૈકીના એક સુંદર પર્વત પર આવેલી સીતા એલિયાની એક શિલાને શ્રીલંકાની હાઈકોર્ટ તરફથી રાજદૂત મિલિંડા મોરાગોડા ભારત લઈને આવશે.

એવી માન્યતા છે કે, સીતા માતાને અશોકના વૃક્ષોથી લદાયેલી એક વાટિકામાં રાખવામાં આવ્યા હતા. ત્યાં નાગના ફેણના આકારની ગુફા અને પાસે જ એક ઝરણું પણ છે જેને સીતા એલિયા વાટિકા કહે છે. હાલ તે સ્થળે શ્રીરામ જાનકીનું એક સુંદર મંદિર છે જે સીતા અમ્મન કોવિલ નામથી ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here