ભારતમાં એન્ટ્રી માટે એલોન મસ્કને કનેક્શન મળી ગયું છે. આ કનેક્શન ભારતી એરટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. એરટેલે સ્ટારલિંક દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે એલોન મસ્કના સ્પેસ-X સાથે કરાર કર્યો છે. જોકે, બંને કંપનીઓ વચ્ચેના આ સોદા માટે હજુ પણ નિયમનકારી મંજૂરીની જરૂર પડશે.
છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા અંગે સમાચાર આવી રહ્યા હતા. જે મુજબ દેશની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલે સેટેલાઇટ સર્વિસને લઈને મોટું નિવેદન આપ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, એરટેલ એલોન મસ્કના સ્પેસએક્સ સાથે મળીને ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ લોન્ચ કરશે.
ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા માટે સ્પેસએક્સ સાથે કરાર થયો. ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ એરટેલે જાહેરાત કરી કે તેણે ભારતમાં એરટેલ ગ્રાહકોને સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. આના દ્વારા ઇન્ટરનેટ ગ્રામીણ અને દૂરના વિસ્તારો સુધી પહોંચી શકશે. આ અંગે કંપનીએ કહ્યું કે આ કરાર ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. ઉપરાંત, ગ્રાહકોને અદ્યતન ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.