એમ્બાપ્પે કોરોના સંક્રમિત થનાર ફ્રાન્સ ક્લબ PSGના સાતમા ખેલાડી, નેશન્સ લીગમાં ક્રોએશિયા સામેની મેચ નહિ રમે

0
0

ફ્રાન્સના સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પે કોરોના સંક્રમિત થયા છે. તે UEFA નેશન્સ લીગમાં મંગળવારે ક્રોએશિયા સામેની મેચમાં નહિ રમે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશને આ જાણકારી આપી. તે કોરોનાવાયરસથી સંક્રમિત થનાર ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (PSG)નો સાતમો ખેલાડી છે.

તેમની પહેલા નેમાર, માઉરો ઇકાર્ડી, એન્જલ ડી મારિયા, લિએન્ડ્રો પેરડેસ, કેલર નવાસ અને માર્કિનોસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગયા મહિને 23 ઓગસ્ટે બાર્યન મ્યૂનિખ સામેની ચેમ્પિયન્સ લીગની ફાઇનલ બાદ તમામ 6 ખેલાડીઓ સ્પેનના આયલેન્ડ ઇબિઝામાં વેકેશન માટે ગયા હતા.

એમ્બાપ્પે ઘરમાં આઇસોલેશનમાં છે

કોરોના સંક્રમિત હોવાની જાણકારી મળતા એમ્બાપ્પે ફ્રાન્સની ટીમનો કેમ્પ છોડીને સોમવારે ઘરે પરત ફર્યા છે. તે અત્યારે ઘરે જ આઇસોલેશનમાં છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ દેખાયા નથી.

PSG મેનેજમેન્ટ ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશનથી નારાજ

PSGના સ્પોર્ટિંગ ડાયરેક્ટર લિયોનાર્ડો એમ્બાપ્પેના કોરોના સંક્રમિત હોવાના મામલે ફ્રેન્ચ ફૂટબોલ એસોસિએશનથી નારાજ છે. તેમણે કહ્યું, કોઈએ અમને તેમના સંક્રમિત હોવાની જાણકારી આપી નહોતી. અમને મીડિયાથી ખબર પડી કે અમારો એક ખેલાડી પોઝિટિવ છે. તેમણે માત્ર નિવેદન જારી કરતા કહ્યું કે, પ્લેયરને ઘરે મોકલી દીધો છે. ફેડરેશનમાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here