Wednesday, October 20, 2021
Homeખેલભાવુક મેસેજ : KKRના શેલ્ડન જેક્સને કહ્યું- જો ક્રિકેટ મારા પર મહેરબાન...

ભાવુક મેસેજ : KKRના શેલ્ડન જેક્સને કહ્યું- જો ક્રિકેટ મારા પર મહેરબાન ન હોત તો હું રસ્તા પર પાણીપુરી વેચતો હોત

મૂળ ગુજરાત, ભાવનગરના વતની તથા કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી શેલ્ડન જેક્સને પોતાની કારકિર્દીના સફર અંગે વિવિધ ઘટસ્ફોટ કર્યા છે. તેણે રણજી ટ્રોફીથી લઇને IPLમાં તેને કેવા કપરા સમયને પસાર કરી પોતાની સારી છાપ ઊભી કરી છે એ અંગે જાણ કરી હતી. જેક્સને કહ્યું કે જો ક્રિકેટ મારા પર મહેરબાન ન હોત તો હું રસ્તા પર પાણીપુરી વેચતો હોત. એટલું જ નહીં ગૌતમ ગંભીરે તેને કેવી રીતે KKRમાં પસંદ કર્યો હતો એ અંગે પણ કિસ્સો શેર કર્યો હતો.

5 વર્ષ સુધી રણજી ટીમની પ્લેઇંગ-11માં પસંદ થયો નહતો
શેલ્ડન જેક્સને કહ્યું હતું કે હું જ્યારે 25 વર્ષનો હતો ત્યારે ક્રિકેટ રમવાનું છોડી ક્યાંક નોકરી કરવાનો વિચાર કરી લીધો હતો. જોકે તેની પાછળનું કારણ જણાવતા તેણે કહ્યું કે વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો કે 5 વર્ષ સુધી રણજી ટ્રોફીની સ્ક્વોડની પ્લેઇંગ-11માં મારુ સિલેક્શન થયું નહતું. આ સમયે મેં ક્રિકેટ રમવાનું છોડવાનો નિર્ણય પર કર્યો હતો પરંતુ મારા એક મિત્રે વધુ 1 વર્ષ રમવા મારો ઉત્સાહ વધાર્યો હતો.

ખાસ મિત્રે ફેક્ટરીમાં કામ કરવાની ઓફર આપી
શેલ્ડન જેક્સને વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મારા એક મિત્રે મને તેના સબંધીની ફેક્ટરીમાં કામ કરવાની ઓફર પણ આપી હતી. તેવામાં મારા માટે એ વર્ષ મહત્ત્વપૂર્ણ હતું. જો એ સમયે હું નિષ્ફળ રહ્યો હોત તો અત્યારે ક્યાંક શેરીઓમાં પાણીપુરી વેચતો હોત. પરંતુ આ એક વર્ષમાં મેં ઘણા રેકોર્ડ તોડ્યા અને સતત 3 સદી પણ નોંધાવી હતી.

શેલ્ડન જેક્સને ગંભીરને સફળતાનો શ્રેય આપ્યો
ગુજ્જુ ક્રિકેટર શેલ્ડન જેક્સને KKRમાં પસંદગી થવા પાછળ ગૌતમ ગંભીરનો મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો હોવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે મેં સારા બોલિંગ અટેક સામે એક રણજી ટ્રોફીની મેચ દરમિયાન દિલ્હી વિરૂદ્ધ 50 રન કર્યા હતા. આ ઈનિંગ પૂરી થયા પછી હું ગૌતમ ગંભીર પાસે ગયો હતો અને તેમની પાસે મારી ગેમમાં વધુ સુધારો કરવા માટે સૂચનો માગ્યા હતા. આ ચર્ચા દરમિયાન ગૌતમ ગંભીરે શેલ્ડન જેક્સનને ખાતરી આપી હતી કે હું તને KKRમાં સિલેક્ટ કરીશ.

ઓક્શનના પહેલા રાઉન્ડમાં કોઇએ પસંદ કર્યો નહીં
IPLના ઓક્શન દરમિયાન પહેલા રાઉન્ડમાં કોઇએ શેલ્ડન જેક્સનને પોતાની સ્ક્વોડમાં પસંદ કર્યો નહતો. તેવામાં KKR મેનેજમેન્ટમાંથી એક વ્યક્તિએ કહ્યું કે ગૌતમ ગંભીર તમને ટીમમાં પસંદ કરશે. તમે ચિંતા ન કરો અમને ગૌતમ ગંભીરનો ફોન આવ્યો છે, અમે તમને સિલેક્ટ કરીશું.

હું હજુ પણ ગૌતમ ગંભીરને મારા આઈડલ માનું છું- શેલ્ડન જેક્સન
શેલ્ડન જેક્સનને IPLમાં પોતાની ટીમમાં સામેલ કરવાથી લઇને ગૌતમ ગંભીરે તેને ઘણી સહાયતા કરી છે. જેથી તેણે હજુ પણ ગૌતમ ગંભીરને પોતાના આઈડલ માને છે અને તેમના પ્રત્યે શેલ્ડનને ઘણું માન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments