Home વડોદરા વડોદરા : મંજસુર GIDCમાં હડતાલમાં ન જોડાતા કંપનીના સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરને...

વડોદરા : મંજસુર GIDCમાં હડતાલમાં ન જોડાતા કંપનીના સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરને કર્મચારીઓએ ઢોર માર માર્યો

0
3

વડોદરા શહેર પાસે આવેલી મંજુસર GIDCની કંપનીમાં કર્મચારીઓની હડતાલમાં ન જોડાતા કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરને કર્મચારીઓએ ઢોર મારમાર્યો હતો. જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમા પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

કર્મચારીઓએ બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા

મૂળ બિહારના વતની અને હાલ વડોદરા શહેરના સમા વિસ્તારની ધરતી ટેનામેન્ટમાં રહેતા અનિલ કુમાર યાદવ મંજુસર GIDC ખાતે આવેલી એનબીસી બેરિંગ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, તેમનો મિત્ર અનિલ પ્રજાપતિ આ જ કંપનીમાં ક્વોલિટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ બસમાં નોકરી પર ગયા હતા અને રાત્રીના સમયે પરત ફર્યા હતા. આ સમયે બંને વ્યક્તિઓ પગપાળા પરત ઘરે જઇ રહ્યા હતા, ત્યારે એક શખ્સ ધસી આવ્યો હતો અને માચીસની માંગણી કરી હતી અને અચાનક તેની સાથે બીજા 8 જેટલા વ્યક્તિઓ લાકડી અને દંડા સાથે દોડી આવ્યા હતા અને કંપનીના બંને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો, જેથી કર્મચારીઓએ બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

પોલીસે તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં

ઇજાગ્રસ્ત બંને કર્મચારીઓને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરોમાં રાકેશકુમાર જગદીશ પ્રસાદ, રાહુલ જાટ, સચિન સુરેલીયા, ચાવીટ મિલ, સુભાષકુમાર મોહનલાલ (તમામ રહે, સમા, વડોદરા) અને બીજા અજાણ્યા 5 જેટલા શખ્સનો સમાવેશ થાય છે. જેને પગલે સમા પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

એક મહિના પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ કંપનીમાં નોકરી કરતા સચિન સુરેલીયા અને ચાવીટ મિલએ સુપરવાઇઝર અને ક્વોલિટી ઇન્સ્પેકટરને ધમકાવતા જણાવ્યું હતું કે, ‘અમે હડતાળના કારણે નોકરીએ જતા નથી, તો તમે નોકરી પર કેમ જાઓ છો, તમે પણ અમારી સાથે હડતાલ માં જોડાવો નહીં તો જાનથી મારી નાખીશું.

Live Scores Powered by Cn24news