કર્ણાટક : પગાર ન મળતાં આઇફોન બનાવતી કંપનીના કર્મચારીઓ વીફર્યા : હજારો આઇફોન લૂંટ્યા.

0
0

કર્ણાટકના કોલારમાં આઈફોન બનાવતી તાઈવાની કંપની વિસ્ટ્રોનના કારખાનામાં શનિવારે ભારે હોબાળો થયો હતો. પગાર ન મળવાને કારણે મજૂરોએ ફેક્ટરીમાં ભારે તોડફોડ કરી હતી. પોલીસ અને કર્ણાટક શ્રમ વિભાગને આપવામાં આવેલી ફરિયાદમાં કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઉપદ્રવીઓએ હજારો આઈફોન પણ લૂંટી લીધા છે, જેને કારણે વિસ્ટ્રોનને 437 કરોડનું નુકસાન થયું છે.

કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી તાઈવાની કંપની વિસ્ટ્રોન ભારતમાં આઈફોન એસેમ્બ્લીનું કામ કરે છે. શનિવાર સવારે આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ કંપની વિરુદ્ધપ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે કંપનીએ ઘણા મહિનાઓથી કર્મચારીઓને પગાર આપ્યો નથી.

થોડીકવારમાં વિરોધપ્રદર્શન હિંસક થઈ ગયું અને અમુક લોકોએ વિસ્ટ્રોનની ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી, વાહનોમાં આગ લગાવી દીધી. દેખાવકારીઓએ ફેક્ટરીમાં પથ્થરમારો કર્યો અને કંપનીના બોર્ડને પણ આગના હવાલે કરી દીધું. સૂચના મળ્યા પછી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે પણ આ લોકોનો ગુસ્સો શાંત નહોતો થયો. ભીડમાં કોઈ એકે પોલીસની જીપ પર પણ પથ્થર ફેંક્યો હતો. ત્યાર પછી પોલીસે બળપ્રયોગ કરીને આ તમામને ત્યાંથી ભગાડ્યા હતા.

હજારો આઈફોન લૂંટ્યા

કંપનીએ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંસા કરનારા લોકોએ હજારોની સંખ્યામાં આઈફોન લૂંટી લીધા હતા. કંપનીએ લેબર ડિપાર્ટમેન્ટને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે આ પ્લાન્ટ માટે 8900 કર્મચારી કરાર આધારિત હાયર કરાયા હતા, જેમને સબસિડિયરી કંપની તરફથી કામે રાખવામાં આવ્યા હતા. આ કંપનીઓના કોન્ટ્રેક્ટર્સને કંપની તરફથી ચુકવણી કરી દેવાઈ હતી, પણ માલિકોએ કર્મચારીઓને વેતન આપવામાં મોડું કર્યું, લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કંપનીને 3 દિવસની અંદર આ વિવાદનો નિવેડો લાવવાનો આદેશ આપતાં નોટિસ આપી છે. સરકારે વિસ્ટ્રોનને કહ્યું હતું કે તે ત્રણ દિવસની અંદર તમામ કર્મચારીઓના બાકીના પગારની ચુકવણી કરે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here