એન્કાઉન્ટર : કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને ઠાર કર્યા

0
0

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સેનાનું ઓપરેશન ઓલઆઉટ ચાલી રહી છે. સુરક્ષા દળોએ સોમવારે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને ઠાર કર્યા હતા, જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર મુદાસિર પંડિતનો સમાવેશ થાય છે. મુદાસિર થોડા દિવસો પહેલાં થયેલી 3 કાશ્મીરી પોલીસ, 2 કાઉન્સિલર અને 2 નાગરિકોની હત્યામાં સામેલ હતો.

મુદાસિરે કાશ્મીરમાં બે કાઉન્સિલરની હત્યા કરી હતી
કાશ્મીરના IG વિજયકુમારે જણાવ્યું હતું કે મુદાસિર અન્ય ઘણી આતંકવાદી ઘટનાઓમાં પણ સામેલ હતો. 29 માર્ચે સોપોરમાં લોન બિલ્ડિંગની નજીક બે કાઉન્સિલર રિયાઝ અહેમદ પીર અને શમ્સ ઉદ્દીન પીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસકર્મી શફકત અહમદનું પણ મોત નીપજ્યું હતું.

સોમવારે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને ઠાર કરાયા હતા.
સોમવારે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને ઠાર કરાયા હતા.

દોઢ મહિના પહેલાં 5 આતંકવાદી માર્યા ગયા હતા
10 એપ્રિલના રોજ સેનાએ સોપોરની મસ્જિદમાં છુપાયેલા 5 આતંકીને ઘેરી લીધા હતા. જમ્મુ-કાશ્મીરના IGએ જણાવ્યું હતું કે આતંકીઓ સતત ફાયરિંગ કરી રહ્યા હતા. અમે ઇચ્છતા હતા કે મસ્જિદને કોઈ નુકસાન ન પહોંચે, જેથી એન્કાઉન્ટર લાંબા સમય સુધી અટકી ગયું હતું. આતંકીઓને સમજાવવા માટે ઈમામ અને એક આતંકવાદીના ભાઈને મસ્જિદની અંદર મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સાંભળ્યું નહીં. એ પછી ફરીથી ઓપરેશન શરૂ કરાયું હતું. આ કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદી માર્યા ગયા હતા. ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા. બીજા દિવસે શોપિયાના હાદીપોરામાં પણ 3 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here