એન્કાઉન્ટર : કાશ્મીરમા આર્મીએ અલ-બદ્રના 3 આતંકીઓને ઠાર કર્યા

0
6

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કનિગમ વિસ્તારમાં ગુરુવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં 3 આતંકીઓના મૃત્યુ થયા. જ્યારે એક આતંકીએ સરન્ડર કર્યું હોવાના સમાચાર છે. તેની ઓળખ તૌસીફ અહમદ તરીકે થઈ છે. વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ અલ-બદ્ર જોઈન કર્યું હતું
પોલીસે જણાવ્યું કે વિસ્તારમાં કેટલાક આતંકીઓ હાજર હોવાના સમાચાર હતા. તેમને ઘેરવામાં આવ્યો. કોશિશ એ હતી કે ચારે સરન્ડર કરે, જોકે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓના મૃત્યુ થયા અને એકે સરન્ડર કર્યું. આ ચારેય તાજેતરમાં જ અલ-બદ્ર આતંકી સંગઠનમાં સામેલ થયા હતા.

4 મેના રોજ 2 આંતકીના મૃત્યુ થયા હતા
આ પહેલા 4 મેના રોજ સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકીઓના મૃત્યુના સમાચાર હતા. એન્કાઉન્ટર બારામૂલાના સોપારમાં નાથીપોર વિસ્તારમાં થયું હતું. તે પછી સુરક્ષાબળોની ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. મૃત્યુ પામેલા આતંકીઓમાંથી એક ગત મહિને 2 કાઉન્સિલરોની હત્યામાં પણ સામેલ હતો. ગત મહિને શોપિયાંના હાદીપોરમાં જ સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓના મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here