Tuesday, December 7, 2021
Homeજમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : શોપિયામાં સેનાએ 3 આતંકી ઠાર કર્યા, 24 કલાકમાં 6...
Array

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : શોપિયામાં સેનાએ 3 આતંકી ઠાર કર્યા, 24 કલાકમાં 6 આતંકી ઠાર; અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરાઈ હતી

શોપિયા. જમ્મુ-કાશ્મીરના શોપિયાના અમશિપોરા વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધા છે. એન્કાઉન્ટર અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

24 કલાકમાં સિક્યુરિટી ફોર્સે 6 આતંકી ઠાર કર્યા હતા. શુક્રવારે કુલુગામ જિલ્લાના નાગનાદ શિમર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓ ઠાર કર્યા હતા. તેમાં એક પાકિસ્તાની હતો. સેનાએ શુક્રવારે જણાવ્યું કે, આતંકીઓએ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી હતી, પરંતુ આપણાં જવાનોએ તેમને સફળ ન થવા દીધા. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલવાની છે.

આ મહિનામાં 8 એન્કાઉન્ટરમાં 17 આતંકી ઠાર કરાયા

તારીખ જગ્યા આતંકી ઠાર કરાયા
2 જુલાઈ માલબાગ (શ્રીનગર) 1
4 જુલાઈ અર્રાહ (કુલગામ) 2
7 જુલાઈ ગોસૂ (પુલવામા) 1
11 જુલાઈ નૌગામ (કુપવાડા) 2
12 જુલાઈ સોપોર (બારામૂલા) 3
13 જુલાઈ શ્રીગુફવાડા (અનંતનાગ) 2
17 જુલાઈ નાગનાદ શિમર (કુલગામ) 3
18 જુલાઈ અમરશિપોરા (શોપિયા) 3
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments