શોપિયાં અને અવંતીપોરામાં એન્કાઉન્ટર : કાશ્મીરમા જવાનોએ 24 કલાકમાં 8 આતંકવાદીઓને ઠાર કર્યા, તેમાંથી 2 આતંકી મસ્જિદમાં છુપાયા હતા

0
0

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના મેજ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શુક્રવારે સવારથી ફરી શરૂ થઈ ગયું છે. આ પહેલા સવારે અહીં એક મસ્જિદમાં છુપાયેલા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે અહીં એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે આતંકીઓ નજીકની મસ્જિદમાં છુપાઈ ગયા હતા.

Troops in Avantipore kill 2 terrorists hiding in mosque, another killed in Shopia

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે શુક્રવારે સવારે આ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પમ્પોરના મેજ વિસ્તારમાં એક ઈનપુટ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાનોએ એક આતંકીને તો ઠાર કર્યો હતો પરંતુ અન્ય આતંકવાદીઓ ભાગીને સ્થાનિક જામા મસ્જિદમાં ઘુસી ગયા હતા. આ મસ્જિદનું કેમ્પસ ઘણું મોટું છે, તેથી જવાનો ઘણી મહેનત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શોપિયાંના મુનાંદમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ ગુરુવારે અહીં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ઘાટીમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

અનંતનાગમાં એક આતંકીની ધરપકડ

બીજી તરફ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ગુરુવારે જવાનોએ એક આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક મળ્યા છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, પકડાઈ ગયેલો આતંકી કુલગામના રેદવાનીનો ઈમરાન ડાર છે. તે તાજેતરમાં જ આતંકી સગઠનમાં સામેલ થયો હતો.

આ મહિનામાં જ 30 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા

18 દિવસમાં આજે આ 11મું એન્કાઉન્ટર હતું. આ પહેલા 9 એન્કાઉન્ટરમાં 28 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાંથી ઓપરેટ થઈ રહેલું નાર્કો-ટેરર રેકેટ પણ પકડાઈ ગયું. આ રેકેટ આતંકીઓને ફન્ડિંગ કરતું હતું.

છેલ્લા 16 દિવસમાં 9 એન્કાઉન્ટર

1 જૂનઃ નૈશેરા સેકટરમાં ઘુસણખોરીની કોશિશ કરતા 3 પાકિસ્તાની આતંકીઓ જવાનોએ ઠાર કર્યા.
2 જૂનઃ પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.
3 જૂનઃ પુલવામાના કંગન વિસ્તારમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
5 જૂનઃ રાજૌરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.
7 જૂનઃ શોપિયાંના રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
8 જૂનઃ શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકીઓ ઠાર.
10 જૂનઃ શોપિયાંના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર.
13 જૂનઃ કુલગામના નિપોરા વિસ્તારમાં 2 આતંકીઓ ઠાર કરનામાં આવ્યા હતા.
16 જૂનઃ શોપિયાંના તુર્કવંગમ ગામમાં 3 આતંકીઓ ઠાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here