કાનપુર એન્કાઉન્ટર : કાતિલ વિકાસ દૂબેના રાઈટ હેન્ડ અમર દુબેનું એન્કાઉન્ટર, હમીરપુરમાં મરાયો ઠાર

0
7

STFએ ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના રાઇટ હેન્ડ અમર દુબેને ઠાર માર્યો

 

 

કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરી તેમની હત્યા કરનાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના રાઈટ હેન્ડ ગણાતા અમર દૂબેને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વિકાસ દુબે અને તેના સાથીઓને પોલીસ શોધી રહી હતી.

મળતી માહિતી મુજબ, બુધવાર સવારે પોલીસે વિકાસ દુબેનો રાઈટ હેન્ડ ગણાતા અમર દૂબેને એન્કાઉન્ટર કરી ઠાર માર્યો છે. હમીરપુરના મૌદાહામાં પોલીસ અને અમર દુબે વચ્ચે અથડામણ થયું હતું જેમાં અમર દુબેને ઠાર મારવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ તેને મારવા નહોતી માંગતી પરંતુ જીવતો પકડવા માંગતી હતી. પરંતુ જ્યારે STFએ તેને સરેન્ડર કરવાનું કહ્યું તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં તે ઠાર મરાયો. UP STF આ એન્કાઉન્ટરને મોટી સફળતા માની રહી છે.

બીજી તરફ, મુખ્ય આરોપી વિકાસ દુબે ફરાર છે. તેને પણ પોતાનું એન્કાઉન્ટર થઈ જશે એવો ડર છે. મળતી માહિતી મુજબ, તે પોતાના વકીલોના માધ્યમથી કોર્ટમાં સરેન્ડર કરવાના પ્રયાસમાં છે. તેનું છેલ્લું લોકેશન ફરીદાબાદમાં મળ્યું હતું, જ્યારે તે એક હોટલમાં રોકાવા માટે રૂમ લેવા પહોંચ્યો. પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે ત્યાંથી જતો રહ્યો હતો. હવે ફરીદાબાદથી તેના બે નજીકના સાગરીતોની કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે તે હરિયાણા કે દિલ્હીની કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here