Wednesday, September 29, 2021
Homeએન્કાઉન્ટર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક વખત ફરી આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
Array

એન્કાઉન્ટર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક વખત ફરી આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક વખત ફરી આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. કુલગામના મુનંદ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું. તેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો. હાલ તેની ઓળખ થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ છુપાયા હોવાની માહિતી પછી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. પોલીસ અને સેનાએ પણ તેમને સામે જવાબ આપ્યો. વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં બીજા પણ આતંકી છુપાયેલા હોઈ શકે છે.

24 જુલાઈએ બે આતંકીઓને ઠાર કરાયા હતા
આ પહેલા શનિવારે સવારે બાંદીપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતું. આ દરમિયાન સુંબલર વિસ્તારના શોકબાબા જંગલમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની ઓળખ હાલ થઈ શકી નથી.

છેલ્લા 2 દિવસમાં 2 જવાન પણ શહીદ

  • જ્યારે 23 જુલાઈએ સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. ભારતીય આર્મીના 16 કોર્પ્સના જણાવ્યા મુજબ જવાન કૃષ્ણ વૈધે 23 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
  • બીજી તરફ 24 જુલાઈએ પુંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં માઈન બ્લાસ્ટના કારણે સેનાનો એક જવાન શહીદ ગયો હતો. ઘટના લાઈન ઓફ કન્ટ્રોલ(LOC)ની પાસેની કહેવાઈ રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments