Saturday, September 18, 2021
Homeએન્કાઉન્ટર : બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા
Array

એન્કાઉન્ટર : બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરુ થયું હતું. એ દરમિયાન સુરક્ષાદળોએ બાંદીપોરામાં સુંબલર વિસ્તારના શોકબાબા જંગલમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. તેમની ઓળખાણ અત્યારે નથી થઇ શકી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે એવી બાતમી મળ્યા પછી આ સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ભારતીય સેનાના 16 જવાનો પ્રમાણે, જવાન કૃષ્ણ વૈદ્યે 23 જુલાઇએ જમ્મુ-કાશ્મીરના કૃષ્ણાઘાટી સેક્ટરમાં ઑપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે તેનું મોત કેવી રીતે થયું એની જાણકારી હજુ સુધી મળી નથી.

માનકોટ સેક્ટરમાં એલઓસી નજીક વિસ્ફોટ, 1 જવાન શહીદ
બીજી તરફ, પુંચ જિલ્લાના મનકોટ સેક્ટરમાં ખાણમાં વિસ્ફોટ થતાં આર્મીનો એક જવાનનું મોત થયું હતું. આ ઘટના નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાણ વિસ્ફોટમાં જવાન ખરાબ રીતે ઘાયલ થયો હતો, જેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments