આંદોલન માટે જીવ જોખમમાં : ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક અને પેન કિલર લઈ રહ્યાં છે ખેડૂતો, સિંધુ-ટિકરી બોર્ડર પર અત્યાર સુધીમાં 6 મોત

0
14

સિંધુ અને ટિકરી બોર્ડર પર 18 દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોના સ્વાસ્થ્યની સંભાળ તે એક મોટો પડકાર છે. દવાઓ આપી રહેલા ડોક્ટરોના જણાવ્યા અનુસાર અહીં લોકો મોટી સંખ્યામાં એન્ટીબાયોટિક અને પેન કિલર દવાઓ લઈ રહ્યાં છે. ડર એ વાતનો છે કે દવા આપતી વખતે સમગ્ર મેડિકલ હિસ્ટ્રી જોવામાં આવી રહી છે અને ટેસ્ટ પણ થઈ રહ્યાં નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, વધુ એન્ટીબાયોટિકનું સેવન ધબકારા વધારી દે છે, તેનાથી હાર્ટએટેકનો ખતરો રહે છે. બહાદુરગઢમાં 5 અને સોનીપતમાં એક દેખાવકારનું પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે. 25થી વધુ ખેડૂતોને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

કુંડલી અને ટિકરી બોર્ડર પર હરિયાણાના સ્વાસ્થ્ય વિભાગની લગભગ 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય અહીં પંજાબ-હરિયાણાથી આવેલા ડોક્ટર, હોમ્યોપેથિક ડોક્ટર, ફાર્માસિસ્ટ અને સેવામાં દવાઓ આપનારાઓની પણ 30થી વધુ ટીમ છે. માત્ર સરકારી ટીમ જ 65 હજારથી વધુ લોકોની તપાસ કરી ચૂકી છે. દવા આપવાના કાર્યમાં જોડાયેલા ડો.દેવાનંદ રાતુલિકર કહે છે કે તે ખેડૂતોને દવાથી થતી અસર વિશે જાગ્રૃત કરી રહ્યાં છે.

પંજાબના નવાંશહરથી શનિવારે જ કુંડલી પહોંચેલા ડો.ટેકચંદ્ર સૈની અને ડો.વિમલ કુમારે કહ્યું કે ધરણાના કારણે ખેડૂતો બીમાર થઈ રહ્યાં છે. તેઓ મોટરસાઈકલ પર જ દવાઓ મૂકીને ખેડૂતોને આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે કેટલાક ખેડૂતો ગોળીઓના ખાલી રેપર લઈને પણ આવે છે. ઘણા લોકો અત્યાર સુધીમાં એક પેકટ જેટલી એન્ટીબાયોટિક્સ લઈ ચૂક્યા છે. લુધિયાણાના આરએમપી ડો.કમલજીત સિંહ પણ બીમાર ખેડૂતોની સંખ્યા વધવાની માહિતી મળવા પર જ બે દિવસ પહેલા જ કુંડલી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે કોઈ ખેડૂતને પહેલેથી કઈ બીમારી છે અને તેને દવા કેટલા ડોઝ આપવાની છે, તેની માહિતી તેમની પાસે નથી.

મેડિકલ ટીમ કરશે મોનિટરિંગઃ CMO

સોનીપતના સીમઓ ડો.જેએસ પુનિયાનું કહેવું છે કે કુંડલીમાં ખેડૂતોની સુવિધા માટે સ્વાસ્થ્ય વિભાગે 10 ડોક્ટરની ટીમ, 2 નર્સિંગ સ્ટાફની ટીમ અને 5 સેમ્પલિંગની ટીમ તૈયાર કરી છે. તે ધ્યાન આપી રહી છે કે ખેડૂતોની હિસ્ટ્રી જાણ્યા વગર કોઈ પણ ધાતક દવા ન આપવામાં આવે. જ્યારે ઝાઝ્ઝરના સીએમઓ ડો.સંજય દહિયાએ કહ્યું કે તેમણે ટીમને કહ્યું છે કે જ્યાં-જ્યાં ખુલ્લામાં આ પ્રકારના લોકો સેવા માટે ડોક્ટરના કહ્યાં વગર દવા આપે છે, તેમને રોકવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગ અને રેડક્રોસે 7 સેન્ટર બનાવ્યા છે, જ્યાં ડોક્ટર પણ ઉપસ્થિત છે.

કેમ્પ લગાવનારે કહ્યું- હાઈ બ્લડ પ્રેશરના વધુ દર્દીઓ આવી રહ્યાં છે

ટિકરી અને સિંધુ બોર્ડર પર ચિકિત્સા શિબિર લગાવનાર જનસ્વાસ્થ્ય અભિયાનના કોર ગ્રુપ સભ્ય ડો. આર એસ દહિયાએ જણાવ્યું કે શિબિરમાં દર્દી હાઈ બ્લડ પ્રેશરના આવી રહ્યાં છે. તે ખતરનાક પણ હોઈ શકે છે. તમામ મેડિકલ ટીમોમાં સમન્વય થાય તો આવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here