UGVLS પાલનપુર સર્કલના અધિક્ષક ઇજનેરશ્રી જણાવ્યું : વીજ સુવિધામાં કોઇ કચાશ ચલાવી લેવાશે નહીં

0
0
મેળા પ્રસંગે યાત્રિકોની સલામતિ માટે વીજ સુવિધામાં કોઇ કચાશ ચલાવી લેવાશે નહીં
મેળા પ્રસંગે રસ્તાઓ ઉપર અને અંબાજી ખાતે વિવિધ સેવા કેન્દ્રો ઉપર તેમજ અન્ય સ્થળોએ ટેમ્પરરી વીજ કનેકશન લેવામાં આવે છે. યુજીવીસીએલ પાલનપુર સર્કલના અધિક્ષક ઇજનેરશ્રી એલ.એ.ગઢવીએ જણાવ્યું કે, યાત્રિકોની સલામતિ માટે વીજ વ્યવસ્થામાં જરાપણ કચાશ ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે, એકાદ ખુલ્લા વાયરના છેડાથી પણ ગંભીર અને મોટો અકસ્માત થઇ શકે છે તેથી આ બાબતે સૌને પુરતી તકેદારી રાખવા જણાવાયું છે.
મેળામાં વિખુટા પડેલા તેમજ ગુમ થયેલ બાળકો માટે હેલ્પલાઇન નંબર ૧૦૯૮
મેળા પ્રસંગે પરિવારથી કોઇ બાળક વિખુટુ પડી જાય કે ગુમ થઇ જાય તો તેવા બાળકો માટે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચનાથી હેલ્પલાઇન નંબર ૧૦૯૮ કાર્યરત કરાશે. વિખુટા પડેલ બાળકનું પરિવાર મળે ત્યાં સુધી બાળકને સલામત રીતે રાખવાની કેર ટેકરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. મેળા દરમ્યાન ગુમ થયેલ બાળકો વિશે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here