Thursday, August 5, 2021
No menu items!
Homeઇંગ્લેન્ડ - ચેરિટી ફંડ માટે 2 જોડિયાં બહેનો 5 દિવસ ફેન્સી કપડાં...
Array

ઇંગ્લેન્ડ – ચેરિટી ફંડ માટે 2 જોડિયાં બહેનો 5 દિવસ ફેન્સી કપડાં પહેરીને રોજ દોઢ કિમી ચાલી

  • 5 દિવસમાં તેમણે 37 હજાર રૂપિયા ભેગા કરી લીધા
  • આ રૂપિયા બાર્નારડો ચેરિટી અને NHS વર્કર્સને ડોનેટ કર્યા

સીએન 24,ગુજરાત

લંડનઇંગ્લેન્ડમાં NHS વર્કર્સ માટે દેશવાસીઓ ચેરિટી ફંડ ઉઘરાવી ગયા છે, આ ડોનરમાં હાલ નાનકડી દોઢ વર્ષની બે જોડિયાં બહેનો પણ જોડાઈ ગઈ છે. ફંડ ઉઘરાવવા માટે આ બંને બહેનો રોજ ફેન્સી કપડાં પહેરીને રોજ દોઢ કિલોમીટર ચાલતી હતી. ઇઝ્લા અને લીલીએ બાર્નારડો ચેરિટી અને  NHS વર્કર્સ માટે રોજ ચાલવાનું ચેલેન્જ સ્વીકાર્યું હતું. બાર્નારડો ઇંગ્લેન્ડના જરૂરિયાતમંદ બાળકો માટે ચેરિટી કામ કરે છે.

કેલ્ટનહમ શહેરમાં રહેતી માતા એમાએ કહ્યું કે, મેં ઓનલાઈન ચેરિટી ચેલેન્જ જોયું. ફંડ ઉઘરાવવા અને કોરોના વોરિયર્સને મદદ કરવા માટે આ પરફેક્ટ ચેલેન્જ જતું.  પાંચ દિવસ સુધી મારી જોડિયાં દીકરીઓ ફેન્સી ડ્રેસ પહેરીને દોઢ કિમી ચાલી હતી. અમે 5 દિવસમાં 37 હજાર રૂપિયા ચેરિટી માટે ભેગા કર્યા. બાર્નારડો ચેરિટી અને  NHSને આ રકમ ડોનેટ કરીને હું ઘણી ખુશ છું, લોકોને મારી દીકરીઓનાં કપડાં પણ સારા પસંદ આવ્યા હતા. કોરોના ટાઈમમાં મારો પરિવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ઘણા ખુશ થયા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments