પ્રથમ ટેસ્ટ : લંચ બ્રેક : ઇંગ્લેન્ડ 79/1, વેસ્ટ ઇન્ડીઝથી 35 રન પાછળ, સિબલે 30* અને ડેન્લી 1*

0
11
  • વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ, 114 રનની લીડ મળી, સ્ટોક્સે 4 અને એન્ડરસને 3 વિકેટ લીધી
  • ઓપનર ક્રેગ બ્રેથવેટ 65 અને વિકેટ કીપર શેન ડાઉરિચે 61 રન કર્યા
  • સ્ટોક્સ 4000થી વધુ રન અને 150થી વધુ વિકેટ લેનાર વિશ્વનો છઠ્ઠો પ્લેયર બન્યો
  • ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ, જેસન હોલ્ડરે 6 અને શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે બીજી ઇનિંગ્સમાં 1 વિકેટે 79 રન કર્યા છે. જોઈ ડેન્લી 1 રને અને ડોમ સિબલે 30 રને રમી રહ્યા છે. રોરી બર્ન્સ રોસ્ટન ચેઝના શોર્ટ એન્ડ વાઇડ બોલમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર જોન કેમ્પબેલના હાથે કેચ આઉટ થયો હતો. બર્ન્સે 102 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોરની મદદથી 42 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝને 114 રનની લીડ મળી

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.

ટેસ્ટમાં 4000+ રન અને 150+ વિકેટ લેનાર ખેલાડીઓ

  • ગેરી સોબર્સ
  • જેક કાલિસ
  • ઇયાન બોથમ
  • કપિલ દેવ
  • ડેનિયલ વિટ્ટોરી
  • બેન સ્ટોક્સ

સ્ટોક્સે આ સિદ્ધિ 64 ટેસ્ટમાં મેળવી. તેનાથી ઓછી ટેસ્ટમાં આ માઇલસ્ટોન અચીવ કરનાર એકમાત્ર પ્લેયર ગેરી સોબર્સ (63 ટેસ્ટ) છે.

ક્રેગ બ્રેથવેટ સ્ટોક્સની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાના કરિયરની 18મી ફિફટી ફટકારતા 125 બોલમાં 6 ફોરની મદદથી 65 રન કર્યા હતા. તેણે 2 વર્ષ પછી ટેસ્ટમાં ફિફટી મારી, છેલ્લે જુલાઈ 2018માં બાંગ્લાદેશ સામે મારી હતી. જ્યારે કીપર ડાઉરિચે પણ બેટ વડે શાનદાર ફોર્મ દાખવ્યું હતું. તેણે 115 બોલની ઇનિંગ્સ દરમિયાન 8 ફોર થકી 61 રન કર્યા હતા. અગાઉ 2017માં ઇંગ્લેન્ડના પ્રવાસે ડાઉરિચે 6 ઇનિંગ્સમાં 24 રન જ કર્યા હતા.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: 1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો ડેન્લી 4) ઝેક ક્રોલે 5) બેન સ્ટોક્સ (કેપ્ટન) 6) ઓલી પૉપ 7) જોસ બટલર (વિકેટકીપર) 8) ડોમ બેસ 9) જોફરા આર્ચર 10) જેમ્સ એન્ડરસન 11) માર્ક વુડ

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11: 1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) અલઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here