ઇંગ્લેન્ડે આયર્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે 14 સદસ્યની ટીમ જાહેર કરી : ફાસ્ટ બોલર રીસ ટોપલીની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી

0
3

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આયર્લેન્ડ વિરુદ્ધ 3 વનડે સીરિઝ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ સિવાય 3 ખેલાડીઓને રિઝર્વે રાખવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમને ઓઈન મોર્ગન લીડ કરશે, જ્યારે મોઇન અલીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઝડપી બોલર રીસ ટોપલી 4 વર્ષ બાદ ટીમમાં પાછો ફર્યો છે.

આ 2023 વનડે વર્લ્ડ કપ સુપર લીગ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની પ્રથમ શ્રેણી હશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટૂર્નામેન્ટ લોન્ચ કરી છે. ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણેય મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. પહેલી મેચ 30 જુલાઇએ, જ્યારે બીજી અને ત્રીજી મેચ 1 અને 4 ઓગસ્ટે રમાશે. આ સીરિઝ દર્શકો વગર બાયો-સિક્યુરિટીમાં રમાશે.

ટોપલીએ ઇંગ્લેન્ડ માટે 10 વનડેમાં 16 વિકેટ લીધી છે. તે છેલ્લે 2016ના T-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. ત્યારબાદ ઇજાના કારણે ટીમથી દૂર રહ્યો છે.

ઇંગ્લેન્ડની ટીમ: ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, ટોમ કરન, લીમ ડોસન, જો ડેન્લી, સાકીબ મહેમૂદ, આદિલ રાશિદ, જેસન રોય, રીસ ટોપલી, જેમ્સ વિન્સ અને ડેવિડ વિલે.

રિઝર્વ પ્લેયર્સ: રિચાર્ડ ગ્લિસન, લેવિસ ગ્રેગોરી અને લિયામ લિવિંગ્સ્ટોન.