ઈંગ્લેન્ડે બદલો વાળ્યો: આયર્લેન્ડ 38 રનમાં ખખડ્યું, ઈતિહાસના બધા રેકોર્ડ તૂટ્યાં

0
25

બર્મિંઘમ: ઇંગ્લેન્ડને લોર્ડ્સમાં હરાવીને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક સૌથી મોટો આંચકો ઉતારવાનું આયર્લેન્ડનું સપનું હાથમાંથી સરી ગયું હતું. કારણ કે, તેઓ 26 જુલાઈના રોજ 143 રનથી હારીને 38 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ સાથે ઈંગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડસ સ્ટેડિયમમાં આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી છે. આયર્લેન્ડ વિરુદ્ધ 4 દિવસની એકમાત્ર ટેસ્ટમાં 143 રનથી પછાડ્યું છે. શુક્રવારે મેચના ત્રીજા દિવસે 182 રનના લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલા આયરિસ ટીમ માત્ર 15.4 ઓવરમાં 38 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના ડાબેરી સ્પિનર ​​જેક લીચને નાઈટ વોચમેન તરીકે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં 92 રન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ સાથે જ ઈંગ્લેન્ડે તેની ફજેતીનો બદલો લઈ લીધો હતો. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં માત્ર 85 રન પર ઓલ આઉટ થઈ હતી. જેથી ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડની મજાક ઉડાડવામાં આવતી હતી. ઈંગ્લેન્ડની શાનદાર જીતમાં ફાસ્ટ બોલરોનું વિશેષ યોગદાન રહ્યું હતું. ક્રિસ વોક્સે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી, જયારે સ્ટુઅર્ટ બ્રોડે 4 વિકેટ ઝડપી હતી. તેના પહેલા ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ્સમાં 303 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જીત મેળવવા માટે આયર્લેન્ડને 181 રનનો લક્ષ્‍યાંક મળ્યો હતો. આર્યલેન્ડના બેટ્સમેન જેમ્સ મેક્કોલમ (11)જ એક માત્ર બેટ્સબમેન જેણે ડબલ ડિઝીટનો આંકડો પાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 85 રન કર્યા હતા જેના જવાબમાં આયર્લેન્ડે તેની પહેલી ઈનિંગમાં 207 રન કર્યા હતા. જેથી આયર્લેન્ડને 122 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 303 રન કર્યા હતા અને આયર્લેન્ડને જીતવા માટે 181 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. માત્ર ત્રીજી ટેસ્ટ રમી રહેલી આયર્લેન્ડની ટીમ તેનો સૌથી ઓછો સ્કોર (38) રન પર ઓલ આઉટ થઈ હતી. સૌથી ઓછા સ્કોરની વાત કરીએ તો, આ પાંચમો સૌથી ઓછો સ્કોર છે. ટેસ્ટ મેચની એક ઈનિંગમાં આ શરમજનક સ્કોર ન્યુઝીલેન્ડના નામે છે. તેઓ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વર્ષ 1955માં ઓકલેન્ડમાં માત્ર 26 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

સૌથી ઓછા બોલમાં ઓલ આઉટ થવાનો રેકોર્ડ (ટેસ્ટમાં)
75 SA v Eng Edgbaston 1924
94 SA v Eng P Elizabeth 1896
94 Eng v Aus MCG 1902
94 Ire v Eng Lord’s 2019
99 Aus v Eng Brisbane 1936

પ્રથમ ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર કર્યા છતાં પણ જીત હાંસલ કરી હોય તેવા રેકોર્ડ
45 Eng vs Aus SCG 1886/87
63 Aus vs Eng The Oval 1882
75 Eng vs Aus MCG 1894/95
76 Eng vs SA Leeds 1907
85 Eng vs Ire Lord’s 2019 – lowest in 112 years

ટેસ્ટમાં સૌથી ઓછા રનમાં ટીમ ખખડવાનો રેકોર્ડ
26 NZ v Eng Auckland 1955
30 SA v Eng P Elizabeth 1896
30 SA v Eng Edgbaston 1924
35 SA v Eng Cape Town 1899
36 Aus v Eng Edgbaston 1902
36 SA v Aus MCG 1932
38 Ire v Eng Lord’s 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here