Friday, April 19, 2024
Homeક્રિકેટ : ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરેના 6 ખેલાડીઓ સેલ્ફ આઇસોલેશનમાં; PSLથી પરત...
Array

ક્રિકેટ : ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરેના 6 ખેલાડીઓ સેલ્ફ આઇસોલેશનમાં; PSLથી પરત ફર્યો જેસન રોય

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: કોરોનાવાઇરસની અસર ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ પર પણ થઈ છે. સરે કાઉન્ટીના 6 ખેલાડીઓને ગળામાં દુખાવો થતા અને તેમજ તાવ આવતા તેમને સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડનો ઓપનર જેસન રોય સોમવારે પાકિસ્તાન લીગથી પાછો લંડન પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટે સંકેત આપ્યા છે કે દેશમાં આગામી આદેશ સુધી ક્રિકટ ટૂર્નામેન્ટ અને પ્રેક્ટિસ સેશન બંધ કરવામાં આવી શકે છે.

સરેની પ્રોબ્લમ

સરે કાઉન્ટી માટે ગઈ સીઝન સારી નહોતી ગઈ. આ સીઝનની શરૂઆતમાં કોરોનાવાઇરસના કારણે હેરાનગતિ થઈ રહી છે. 6 ખેલાડીઓને સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સેમ કરન, બેન ફોકસ, ઓલી પૉપ અને જેસન રોય ટીમમાં પરત ફર્યા છે. ધ ઓવલમાં ટીમનું ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું છે.

PSLથી પરત ફર્યા પ્લેયર્સ

પાકિસ્તાન સુપર લીગમાં ઇંગ્લેન્ડના 6 ખેલાડીઓ અલગ-અલગ ફ્રેન્ચાઇઝમાં હતા. તે બધા વતન પરત ફર્યા છે. જેસન રોય સોમવારે મોડી રાત્રે લંડન પહોંચ્યો હતો. કહેવામાં આવે છે કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રોયને પાછું આવવા કહ્યું હતું.

BCCIની ઓફિસ બંધ, કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે

કોરોનાવાઇરસના કારણે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ પોતાની ઓફિસ બંધ કરી છે. તેના કર્મચારીઓ હવે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરશે.

બીજીતરફ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે બંને દેશ વચ્ચે આવતા મહિને રમાનારી વનડે અને ટેસ્ટ પણ સ્થગિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular