Wednesday, October 20, 2021
Homeજીવનશૈલીઇંગ્લેન્ડ : છેલ્લા 30 વર્ષથી મહિલા ગાર્લિક બ્રેડ, પોટેટો ચિપ્સ અને સેન્ડવિચ...

ઇંગ્લેન્ડ : છેલ્લા 30 વર્ષથી મહિલા ગાર્લિક બ્રેડ, પોટેટો ચિપ્સ અને સેન્ડવિચ ખાઈને જીવે છે

 

રોજ નવું-નવું ચટ્ટપટ્ટુ ભોજન ખાવું કોને ગમે? પણ ઇંગ્લેન્ડમાં રહેતી મહિલાના નસીબમાં સ્વાદિષ્ટ ભોજન લખેલું જ નથી. તે ભોજન જોઈને ડરી જાય છે. તે છેલ્લા 30 વર્ષોથી પોટેટો ચિપ્સ, ચીઝ સ્પ્રેડ સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડ ખાઈને જીવી રહી છે. 34 વર્ષીય એમા વિચિત્ર ફૂડ ફોબિયાથી પીડિત છે. તેનો ડર સાંભળીને ઘણા લોકો સાચું માનતા નથી પણ એમા આ ફૂડ ફોબિયાથી છૂટકારો મેળવવા માગે છે.

નાનપણથી એકનું એક ફૂડ ખાઈને કંટાળી ગયેલી એમાની ઈચ્છા છે કે તે ક્રિસમસ ડે પર ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ટ્રેડિશનલ ભોજન કરે. ઇંગ્લેન્ડનો ટીવી શો એક્સ્ટ્રીમ ફૂડ ફોબિક્સમાં એમાએ પોતાની તકલીફ જણાવી.

ખરાબ ડાયટને લીધે સોશિયલ લાઈફ એન્જોય કરી શકતી નથી
એમા પોટેટો ચિપ્સ, ચીઝ સ્પ્રેડ સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડ સિવાય અન્ય કઈ વસ્તુ જુએ તો તેને પરસેવો છૂટી જાય છે અને ગભરાટ થાય છે. આવી ડાયટને લીધે તે જોબ પરથી ઘરે આવી તેવી ઊંઘી જાય છે. ફૂડ ફોબિયાને લીધે તેની સોશિયલ લાઈફ ઝીરો થઈ ગઈ છે. તેને ડાયટમાંથી શરીરને જરૂરી કોઈ પોષક તત્ત્વો મળતા નથી. એમાને હવે તેના આયુષ્ય વિશે પણ ચિંતા થવા લાગી છે.

4 વર્ષની ઉંમરથી આ ડર સાથે જીવે છે
​​​​​​​એમાના આ ફૂડ ફોબિયા વિશે તેની માતાને સૌપ્રથમ ખબર પડી. એમા નાની હતી ત્યારે તે કંઈ ખાતી નહોતી આથી તેની મમ્મી ડૉક્ટર પાસે લઇ ગઈ અને ત્યાં જ ફૂડ ફોબિયા હોવાની વાત કન્ફ્રર્મ થઈ ગઈ. 4 વર્ષથી તે આ વિચિત્ર ડરનો સામનો કરીને જીવન જીવી રહી છે. એમાએ કહ્યું, મારે એક સવાર એવી જોઈએ છે જ્યાં હું કોઈ પણ ફૂડ આઇટમ્સ ખાઈ શકું.

ફૂડ ફોબિયાથી છૂટકારો મેળવવા થેરપી લઇ રહી છે
​​​​​​​એમાને ફૂડ ડિસઓર્ડર છે. તે ખાવાની નવી વસ્તુ સ્પર્શ કરે તો પણ ગભરાય જાય છે. એમા કોઈ ફંક્શનમાં જાય તો તેને બધાથી અલગ રહીને જમવું પડે છે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ફેલિક્સ ઈકોનોમેક્સ એમાનો ડર ઓછો કરવામાં મદદ કરી રહ્યા છે. થેરપી લીધા પછી એમા ધીમે-ધીમે નવા ફૂડ ખાવાનું શરૂ કરે છે.

. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ફેલિક્સ
ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ફેલિક્સ

અમુક સેશન પછી તેણે મિત્રો સાથે પિત્ઝા પાર્ટી પણ એન્જોય કરી. ચાર અઠવાડિયાં પછી એમાએ ચીઝી અનિયન પેસ્ટ્રી ખાધી. એમાએ કહ્યું,‘મને હજુ વિશ્વાસ નથી આવતો કે મેં પિત્ઝા અને પેસ્ટ્રી ખાધી. મારા માટે આ ઘણી મોટી વાત છે. હું ખૂબ જ ખુશ છું. મારે હજુ વધારે થેરપીની જરૂર છે અને હું હાર નહીં માનું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments