ઇંગ્લેન્ડ : ગર્લફ્રેન્ડ આપી રહી હતી બાળકને જન્મ, બોયફ્રેન્ડ તેની માતાને ભગાડી ગયો

0
12

દેશ અને દુનિયામાં પ્રેમીપંખીડાં ભાગી જતાં હોય એ સમાચાર બહુ જ સામાન્ય છે, પણ આ વખતે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ શકે છે. આ વાત ઇંગ્લેન્ડમાં એક એવી વ્યક્તિની છે, જે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો છે. એટલું જ નહીં, તેની ગર્લફ્રેન્ડે હોસ્પિટલમાં તેના સંતાનને જન્મ પણ આપ્યો છે. 24 વર્ષીય જેસ અલ્ડ્રિઝે તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ રેયાન શેલ્ટનના બીજા સંતાનને જન્મ આપ્યો છે, પણ તેનો આ બોયફ્રેન્ડ તેની માતા સાથે રિલેશનશિપમાં રહે છે. હવે અલ્ડ્રિઝ તેની સાથે થયેલી વિશ્વાસઘાત અને છેતપિંડી અંગે વિગતવાર માહિતી આપી રહી છે.

24 વર્ષીય જેસ એલ્ડ્રિઝ (મધ્યમાં) તેના બોયફ્રેન્ડ 29 વર્ષીય રેયાન શેલ્ટન (જમણી બાજુ) અને એલ્ડ્રિઝની 44 વર્ષીય માતા જ્યોર્જિના સાથે.

24 વર્ષીય જેસ એલ્ડ્રિઝ (મધ્યમાં) તેના બોયફ્રેન્ડ 29 વર્ષીય રેયાન શેલ્ટન (જમણી બાજુ) અને એલ્ડ્રિઝની 44 વર્ષીય માતા જ્યોર્જિના સાથે.

ઘરે પહોંચ્યા બાદ માલૂમ પડ્યું કે માતા અને બોયફ્રેન્ડ રિલેશનશિપમાં છે

બીજા બાળકના જન્મ અગાઉ જેસ અલ્ડ્રિઝ અને 29 વર્ષીય બોયફ્રેન્ડ રેયાને નક્કી કર્યું હતું કે બન્ને 44 વર્ષીય માતા જ્યોર્જિના સાથે તેમના ઘરે રહેશે. હકીકતમાં માતા જ્યોર્જિનાએ જ જેસને કહ્યું હતું કે તે તેમનાં સંતાનોની દેખભાળ કરશે.

પણ જ્યારે બીજા બાળકને જન્મ આપ્યા બાદ જેસ એલ્ડ્રિઝ ઘરે પહોંચી તો તેને માલૂમ પડ્યું કે તેનો બોયફ્રેન્ડ રેયાન અને માતા જ્યોર્જિયા બન્ને રિલેશનશિપમાં છે અને ભાગી ગયાં છે. બોયફ્રેન્ડ રેયાન અને જેસની માતા જ્યોર્જિયા ત્યાંથી 30 માઈલ દૂર એક નવા ઘરમાં રહે છે.

એલ્ડ્રિઝ તેના નવજાત શિશુને લઈ ઘરે પરત ફરી હતી.

એલ્ડ્રિઝ તેના નવજાત શિશુને લઈ ઘરે પરત ફરી હતી.

આ ઘટનાથી ખૂબ જ દુઃખી થઈ ગયેલી જેસ અલ્ડ્રિઝે અંગ્રેજી વેબસાઈટ ‘ધ સન’ને કહ્યું કે આ વિશ્વાસઘાત અને છેતરપિંડી છે. તમે આશા રાખી શકો છો કે એક નવજાત બાળકને તેની નાની પ્રેમ કરશે. મારી માતાએ બન્ને બાળકોના પાલન-પોષણ માટે મદદ કરવી જોઈતી હતી, પણ તેના બદલે તે મારા બોયફ્રેન્ડ સાથે રાત ગુજારી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર જેસ અને રેયાન વચ્ચે પરિચય થયો હતો અને બન્ને સાથે રહેતાં હતાં.

મેં મારી માતા અને બાળકના પિતાને ગુમાવ્યાં, હું તૂટી ગઈ છું

એક ગૃહીણી તરીકે કામ કરતી જેસ અલ્ડ્રિઝ વર્ષ 2019માં એક બાળકની માતા બની હતી. તેણે દાવો કર્યો હતો કે રેયાન સાથે શિફ્ટ થવાની સાથે જ તેની માતાએ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તે બન્ને એકબીજાના ફ્લર્ટ કરતાં હતાં અને દરરોજ રાત્રે કિચન પાસે બેસીને શરાબ પીતાં હતાં અને જોક મારતા હતા. તે કહે છે કે હવે હું સંપૂર્ણપણે તૂટી ગઈ છું, કારણ કે મેં મારી માતા અને બાળકના પિતાને ગુમાવી દીધાં છે.

ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર જેસ અને રેયાન વચ્ચે પરિચય થયો હતો અને બન્ને સાથે રહેતાં હતાં.

ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર જેસ અને રેયાન વચ્ચે પરિચય થયો હતો અને બન્ને સાથે રહેતાં હતાં.

પ્રેગ્નન્સીના સમયથી જ તેમની વચ્ચે પ્રેમ હતો. દીકરાના જન્મના થોડા સમય બાદ રેયાનનો મેસેજ મળ્યો કે જેમાં તેણે કહ્યું હતું કે તે રિલેશનશિપ સમાપ્ત કરી રહ્યો છે. આ મેસેજ બાદ જ્યારે હું ઘરે પહોંચી તો સ્થિતિને જોઈ હું દંગ રહી ગઈ કે રેયાન અને તેની માતા બન્ને ભાગી ગયાં છે. રેયાન અને જેસની માતા બે રૂમના એક ભાડાના મકાનમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here