સાઉથહેમ્પટન : ઇંગ્લેન્ડ પાસે 10 વર્ષ પછી ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાનને હરાવવાની તક, બેન સ્ટોક્સ પારિવારિક કારણોસર શ્રેણીમાંથી બહાર

0
3

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ આવતીકાલથી સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચમાં મહેમાનને હરાવ્યા પછી ઇંગ્લેન્ડ પાસે હવે સીરિઝ પોતાના નામે કરવાની તક છે. ઇંગ્લિશ ટીમ જો બીજી મેચ જીતે છે તો 10 વર્ષ પછી પાકિસ્તાન સામે કોઈ સીરિઝ જીતશે. અત્યારે, ઇંગ્લેન્ડ સીરિઝમાં 1-0થી આગળ છે.

વાઇસ કેપ્ટન બેન સ્ટોક્સે પારિવારિક કારણોસર સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે પ્રથમ ટેસ્ટમાં બેટ વડે નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય અને બીજી ઇનિંગ્સમાં 9 રન કર્યા હતા. જ્યારે 2 વિકેટ પણ ઝડપી હતી.

ઝેક ક્રોલે સ્ટોક્સની જગ્યા લઈ શકે છે

 • સ્ટોક્સની જગ્યાએ ઇંગ્લિશ ટીમ પ્લેઇંગ ઇલેવનમાં ટોપ ઓર્ડર બેટ્સમેન ઝેક ક્રોલેને સ્થાન આપી શકે છે. ક્રોલેએ અત્યાર સુધી 6 ટેસ્ટમાં 261 રન બનાવ્યા છે.
 • ક્રોલે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીની છેલ્લી અને પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. સ્ટોક્સને તેની જગ્યાએ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડ ઘરઆંગણે 12માંથી 8 સીરિઝ જીત્યું છે

 • ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે 6 વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 12માંથી 8 બાઇલેટરલ સીરિઝ જીતી છે, જ્યારે બાકીની 4 ડ્રો રહી છે.

હેડ-ટૂ-હેડ

 • ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે 84માંથી 26 ટેસ્ટ જીત્યું છે. 21માં હારનો સામનો કર્યો, જ્યારે 37 ટેસ્ટ ડ્રો રહી છે.
 • ઘરે ઇંગ્લેન્ડે પાક.ને 54માંથી 24 ટેસ્ટ હરાવ્યું, 12 હાર્યું, જ્યારે 18 ટેસ્ટ ડ્રો રહી છે.

પાકિસ્તાન ઇંગ્લેન્ડમાં 15માંથી માત્ર 3 સીરિઝ જીત્યું

 • સીરિઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 25 સીરિઝ રમાઈ છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ 9 સીરિઝ જીત્યું અને 8 હાર્યું છે. 8 સીરિઝ ડ્રો રહી છે.
 • જ્યારે ઇંગ્લેન્ડ ઘરે 15માંથી 7 ટેસ્ટ સીરિઝમાં પાક. સામે જીત્યું છે. ત્રણમાં હારનો સામનો કર્યો છે અને પાંચ ડ્રો રહી છે.

પિચ અને વેધર રિપોર્ટ

 • સાઉથહેમ્પટનમાં મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. પાંચેય દિવસ વરસાદની સંભાવના છે.
 • સ્પિનર્સને આ ગ્રાઉન્ડ પર હંમેશા મદદ મળતી આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં મોઇન અલીએ 9 વિકેટ લીધી હતી.
 • ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે. મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 50% રહ્યો છે.

 સ્ટેડિયમમાં કુલ ટેસ્ટ: 4

 • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 2
 • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 1
 • ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 300
 • બીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 324
 • ત્રીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 280
 • ચોથી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 187

બંને ટીમો

પાકિસ્તાન: અઝહર અલી (કેપ્ટન), બાબર આઝમ (વાઇસ કેપ્ટન), આબીદ અલી, અસદ શફીક, ફહિમ અશરફ, ફવાદ આલમ, ઇમામ ઉલ હક, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સરફરાઝ અહેમદ, શાદાબ ખાન , શાહીન શાહ આફ્રિદી, શાન મસુદ, સોહેલ ખાન, ઉસ્માન શિનવારી, વહાબ રિયાઝ અને યાસીર શાહ.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલે, સેમ કરન, ઓલી પોપ, ડોમ સિબલે, ક્રિસ વોક્સ અને માર્ક વુડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here