Friday, April 19, 2024
Homeઈંગ્લેન્ડ : 3 કલાક બ્રેન ટ્યુમરની સર્જરી દરમિયાન દર્દીએ સર્જન ટીમને સંભળાવ્યા...
Array

ઈંગ્લેન્ડ : 3 કલાક બ્રેન ટ્યુમરની સર્જરી દરમિયાન દર્દીએ સર્જન ટીમને સંભળાવ્યા જોક્સ

- Advertisement -

ઓપરેશન થિયેટરમાં જતા દરેક દર્દીને બીક લાગે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇંગ્લેન્ડમાં નોટિઘમ ક્વીન્ઝ હોસ્પિટલમાં 30 વર્ષીય વ્યક્તિનાં બ્રેન ટ્યુમરની સર્જરી 3 કલાક સુધી ચાલી. આ સર્જરીમાં દર્દી શેન એન્ટક્લિફે ડૉક્ટરને જોક્સ કહ્યા અને ઓપરેશનમાં ડૉક્ટરને સાથ આપ્યો.

સર્જન ટીમ પણ જોક્સ સાંભળીને હસી પડી

સર્જરી દરમિયાન શેનને બેભાન રાખવો શક્ય નહોતો. ટ્યુમર કાઢતી વખતે બ્રેનમાં બીજી કોઈ જગ્યાએ તો ડેમેજ નથી થઈ રહ્યું તે જોવા માટે શેનને ડૉક્ટર સાથે વાતચીત કરવાનું કહેવામાં આવ્યું હતું. ચાલુ સર્જરી દરમિયાન શેને ડૉક્ટર સાથે વાતચીત ચાલુ રાખી અને વચ્ચે-વચ્ચે જોક્સ પણ સંભળાવ્યા. શેનનો રિસ્પોન્સ જોઇને ડૉક્ટરને પણ સર્જરી કરવામાં સરળતા રહી.

શેને કહ્યું, સર્જરી દરમિયાન માટે ભાનમાં રહેવું જરૂરી હતું, તેઓ મને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા હતા તેમ હું ફોલો કરતો હતો. સર્જરીમાં માહોલ સિરિયસ ના બની જાય એટલે હું વચ્ચે વચ્ચે જોક્સ કહીને બધાનો મૂડ હળવો કરતો હતો. શેન બે બાળકોનો પિતા છે.

મગજમાં કુલ 2 ગાંઠ હતી

શેનને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં MRI સ્કેન વખતે બ્રેન ટ્યુમર હોવાની ખબર પડી હતી. તેના મગજમાં ટોટલ 2 ગાંઠ હતી અને તે ધીમે-ધીમે મોટી થઈ રહી હતી. સર્જરી પહેલાં શેનને માથામાં દુખાવો રહેતો અને તેની મેમરી લોસ થઈ ગઈ હતી. હાલ શેનની તબિયત સારી અને તે ટ્યુમર ફ્રી છે.

ગયા વર્ષે એક મહિલા બ્રેન સર્જરી દરમિયાન વાયોલિન વગાડી રહી હતી. પ્રોફેશનલ વાયોલિનિસ્ટ લંડનની કિંગ કોલેજ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન વાયોલિન વગાડી રહી હતી. ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં મ્યુઝિક સાથે સર્જરી કરીને ટ્યુમર કાઢ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular