હળવદ : માથક ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0
19
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માથક ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારાની ટીમ પેટ્રોલીંગમા હોય દરમિયાન બાતમીને આધારે માથક ગામની સીમમાં ચેપા કુવા પાસે આવેલ મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા રહે માથક વાળાની વાડીએ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮૬ કીમત રૂ ૨૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મયુરભાઇ અશોકભાઇ બોરાણીયા/કોળી રહે માથક તા હળવદવાળા વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here