રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આમ ગુજરાત સરકારી કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. જેમાં 9.61 કર્મચારીઓ તથા પેન્શનરોને 1-1-19થી પગારમાં અસર જોવા મળશે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે સરકાર પર 1071 કરોડનો વાર્ષિક બોજો પડશે. આ સાથે રાજ્ય સરકારે ફિક્સ પગારદારો માટે પણ રાહતના સમાચાર આપ્યાં છે.
રાજ્ય સરકારના આ નિર્ણયના બાદ હવે કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. નીતિન પટેલની જાહેરાત બાદ કર્મચારીઓને વધારાનું મોંઘવારી ભથ્થુ જુલાઇ માસના પગારમાં ચૂકવાશે. સરકારના આ નિર્ણયનો ગ્રાન્ટેડ શાળાના અને સરકારી શાળાના શિક્ષકોને પણ આનો લાભ મળશે. જ્યારે ફિક્સ પગારદારોને પણ આ વધારાના મોંઘાવરી ભથ્થાનો લાભ મળશે.