વડોદરા શહેરમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેમાં નવાયાર્ડ અને દોડકા ગામમાં કોરોનાની એન્ટ્રી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. નવાયાર્ડમાં 69 વર્ષના વૃદ્ધને કોરોના થયો છે. દોડકા ગામના 72 વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપટમાં આવ્યા છે.
બંને વૃદ્ધોને સારવાર અર્થે ખસેડાય એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. જેમાં હાલ બંને વૃદ્ધોની સ્થિતિ સુધારા પર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની OPD પણ વાઈરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના પાંચ અને બે કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક 40 વર્ષનો પુરુષ અને બીજી 75 વર્ષની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ બંને દર્દીને ઓકસીજન હેઠળ રાખવામાં આવ્યા છે. આ સિવાય સોલા સિવિલમાં ગત અઠવાડિયા દરમિયાન 10 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાઈરલ ઈન્ફેક્શનના 1573 જેટલા કેસ નોંધાયા છે.