| વ્યારા નગર ખાતે વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય કામો માટે વ્યારા ઇનર વ્હીલ ક્લબ કામગીરી હાથ ધરી છે. તાજેતરમાં ક્લબ દ્વારા રીમુવ પ્લાસ્ટિકની ઝુંબેશ અંતર્ગત વ્યારા નગર ખાતે મહિલાઓને ઘરકામ માટે ઉપયોગી કાપડની થેલીઓનો વિતરણ કરાઈ હતી, જે કાપડની થેલીમાં પાંચ જેટલાં મોટાં ખાનાં બનાવાયાં હતાં. શાકભાજી સહિત અન્ય કામો માટે ઉપયોગમાં લેવાય એવી કાપડની થેલી બનાવી હતી અને તેનું વિતરણ કરાવ્યું હતું. ક્લબનાં પ્રમુખ ફાલ્ગુની બહેન રાણા અને સભ્યો દ્વારા વ્યારા નગરમાં પ્લાસ્ટિક હટાવો અને પર્યાવરણ બચાવવાના કાર્યક્રમ માટે એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો હતો. જેના કારણે મહિલાઓ કાપડની થેલીનો ઉપયોગ વધારે કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે એવી રજૂઆત કરાઈ હતી.